#Blog

૩ મે, વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો માનવનો મૂળભૂત અધિકાર

વિશ્વભરમાં 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ સાથે જ આ દિવસ વિશ્વભરની સરકારને 1948ના માનવ અધિકારોના સાર્વભૌમત્વ અનુચ્છેદ 19 હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતાના અધિકારનું સન્માન કરવા અને તેને જાળવી રાખવા માટે પોતાના કર્તવ્યની યાદ અપાવે છે. યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર 1993માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ૩ જી મેના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવાનું જાહેર કર્યુ હતુ ત્યારથી દર વર્ષે 3, મે ના રોજ પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવા અને તેના સન્માન કરવાની પ્રતિબદ્ધતાની વાત કરે છે. પ્રેસની આઝાદીનું મહત્વ ધરાવતો આ દિવસ જણાવે છે કે લોકશાહીના મૂલ્યોની સુરક્ષા અને તેને પુનર્સ્થાપિત કરવામાં મીડિયા મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી સરકારએ પણ પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. પ્રેસ દિવસ ઉજવવાનો પાછળનો ઈતિહાસ એવો છે કે ઈ.સ 1991માં આફ્રીકાના પત્રકારોએ પ્રેસની આઝાદી માટે પહેલ કરી હતી ત્યારે તે પત્રકારોએ 3 મેના રોજ પ્રેસની આઝાદીના સિદ્ધાંતોને સંબંધિત એક નિવેદન જાહેર કર્યુ હતુ, જેને “ ડિક્લેરેશન ઑફ વિન્ડોક ” ના નામથી ઓળખવામાં આવે છે. એ વખતે પહેલીવાર 1993માં સંયુકત્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દુનિયામાં નિડર પત્રકારો કેટલીય પરેશાનીમાંથી પસાર થતા હોય છે. સાઉદી પત્રકાર જમાલ ખશોગી, ભારતીય પત્રકારો ગૌરી લંકેશ, નવીન નિશ્ચલ, સુજ્જ્ત બુખારી, ચંદન તિવારી,રાકેશ સિંહ અને ઉત્તર આર્યલેન્ડના પત્રકાર લાયરા મક્કીની હત્યાએ પ્રેસની સુરક્ષા પર સવાલ ઉભા કરી દીધા છે. વિશ્વભરમાં પત્રકારો અને પ્રેસને કેટલાય પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વિશ્વભરમાં પ્રેસ ક્રીડમ ડે મનાવવામાં આવે છે.
-મિત્તલ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *