શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે,પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી, ‘રામપાતર’ અને ગાયો, નાના પશુઓની પાણી પીવાની કુંડીનું બારે મહિના નિઃશુલ્ક વિતરણ.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતરનું છેલ્લા નવ વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા,નાના પશુઓ, પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અર્હમ યુવા ગ્રૂપનાં સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે 25 કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા” ના ધોરણે વિનામૂલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી (મોઃ 98242 21999), પ્રતિક સંઘાણી (મોઃ 99980 30393) પર સંપર્ક કરવો. રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને આ વિસ્તારનો લાભ મળે તે માટે વિવિધ વિસ્તારોમાં પણ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. દરરોજ વિતરણ (૧) એનીમલ હેલ્પલાઈન, ‘જનપથ’, તપોવન સોસાયટી ૨ નો ખૂણો, સરાઝા બેકરીની બાજુમાં, અક્ષર માર્ગ, રાજકોટ, (૨) ‘સત્યમ’, ૩-ટાગોરનગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતેથી થયેલું છે. સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા તથા અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા, સેતુરભાઈ દેસાઈ, ચેતનભાઈ મહેતા, જીમ્મીભાઈ શાહ, નિરવભાઈ અજમેરા તેમજ ટીમ જહેમત ઉઠાવી રહી છે.
























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































