#Blog

શ્રી આચાર્ય દેવવ્રતજી રાજયપાલની તબિયત નાતંદુરસ્ત હોવાના કારણે ગીરગંગા પરીવાર ટ્રસ્ટ નો કાર્યક્રમ રદ થયેલ છે.

જત જણાવવાનું કે, તારીખ 4 માર્ચ ના રોજ , મંગળવારના રોજ મહામહીમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ખાતમુર્હુત કરવાના હતા તથા ભારતના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માતૃશ્રીના સ્મરણાર્થે બાલાજી વેફર્સના વિરાણી પરીવારના અનુદાનથી બનાવેલ હીરાબા સરોવરની પણ મુલાકાત લેવાના હતા . ત્યારબાદ કાલાવડ રોડ, કોસ્મોપ્લેકસ સિનેમાની પાછળ આવેલ પેરેડાઈઝ હોલ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, ઉદ્યોગપતિઓ, દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓને પ્રાકૃતિક ખેતીમાં અને જીવનમાં વરસાદી શુધ્ધ અમૃત સમાન પાણીનું મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગેનું માર્ગદર્શન આપવાના હતા તેમાં ગુજરાત ના અલગ અલગ જીલ્લા માંથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના વરસાદી પાણીના યોગ્ય જતન માટે ચેકડેમ રીપેરીંગ,ઊંડા,ઊંચા તેમજ નવા કરવા અને રીચાર્જ બોર કરવા માટે દાતાઓના આર્થિક સહયોગ છે તેવા ૨૦૦૦ થી વધુ લોકો પધારવાના હતા જે કાર્યક્રમ રદ થતા દરેક લોકોની દિલગીરી વ્યકત કરીએ છીએ.
આભાર સહ……….

Leave a comment

Your email address will not be published. Required fields are marked *