#Blog

પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન

પૂજય કુળદેવી શ્રી ભવાનીમાં તથા પૂ. શ્રી ડુંગરબાપા તથા પૂ. શ્રી ગોરધનદાદાની અસીમ કૃપા તથા આશીર્વાદથી સમગ્ર પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના કુળદેવી શ્રી ભવાની માતાજીનો ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૭ મો વાર્ષિક હવન સંવત ૨૦૮૧ ના ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા. ૫/૪/૨૦૨૫ ના રોજ પૂ. માતાજી તથા પૂ.ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) મુકામે યોજવાનું નકકી કરવામાં આવ્યું છે.

પૂ. માતાજીના આ હવનમાં પાંઉ, પૌરાણા, ખેતાણી પરીવારના સર્વે કુટુંબી ભાઈઓ સહ પરિવાર હાજરી આપીને પૂ. માતાજીના તથા પૂ. શ્રી ડુંગરબાપા તથા પૂ. શ્રી ગોરધનદાદાના દર્શન, પુજન અર્ચનનો લાભ લઇ શકે છે.

આ હવનમાં એક સાથે પરિવારના ત્રણ દંપતિઓને બેસાડવાનો લાભ આપવામાં આવશે. જેથી આ યજ્ઞ  (હવન)માં યજમાન પદે બિરાજવા માટે જેની ઇચ્છા હોય તે જે યજમાન પદે બીરાજનાર દંપતીની વિગત ફોર્મમાં ભરીને તા. ૦૩/૦૩/૨૦૨૫ ને સોમવાર પહેલા ટ્રસ્ટની ઓફિસે રૂબરૂ અથવા પત્ર દ્વારા પહોંચતું કરવાનું રહેશે. જે ફોર્મ ભરીને આવેલ હશે તેમાં ફાગણ સુદ-૧૦ તા. ૦૯/૦૩/૨૦૨૫ રવીવાર સાંજે ૫-૩૦ કલાકે શ્રી ભવાનીમાં તથા શ્રી ડુંગરબાપાના દેવસ્થાને રાણપુર (નવાગામ) પરીવારની હાજરી સમક્ષ દ્રસ્ટી મંડળ દ્વારા ડ્રો કરવામાં આવશે અને જે ત્રણ ભાગ્યશાળી દંપતિઓના નામ ડ્રોમાં નીકળશે તેમને હવનમાં યજમાન પદે બેસાડવામાં આવશે. આ અંગે હવનનાં અમુક નિયમો આપવામાં આવ્યા છે

જે ભાગ્યશાળી દંપતીના નામ ડ્રોમાં નિકળશે તે ત્રણ દંપતિને આગલા દિવસે સાંજે તા. ૪/૪/૨૦૨૪ શુક્રવારના રોજ સાંજે ૫ વાગ્યે મંદિરે રાણપુર નવાગામ આવી જવાનું રહેશે. આ યજ્ઞનો સંપૂર્ણ ખર્ચ પરિવારના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે ભાગ લેનાર ભાગ્યશાળી દંપતિને ફકત દેહ શુધ્ધી માટેના કપડા તથા પોતાની છેડાછેડી બન્ને વસ્તુ ફરજીયાત સાથે લાવવાની રહેશે. તા. ૦૩/૦૩/૨૦૨૫ સોમવાર પહેલા જે ફોર્મ ભરાઇને ટ્રસ્ટની ઓફીસે પરત મળશે તે જ ફોર્મ ડ્રોમાં નાખવામાં આવશે. ત્યાર પછી લેઇટ મળેલા અથવા ગુમ થયેલા ફોર્મ અંગે કોઇ જવાબદારી ટ્રસ્ટ મંડળની રહેશે નહીં. ફોર્મ મળ્યેથી ટ્રસ્ટ તરફથી ફોન દ્વારા અથવા પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. જે ભાઇઓ ગયા પાંચ વર્ષમાં હવનનો લાભ લઇ ચુકયા છે. તેમણે આ વર્ષ ફોર્મ ભરવું નહીં.

આ અનેરા અવસરનો લાભ લેવા સમસ્ત પરિવારને ટ્રસ્ટ તરફથી હાર્દિક નિમંત્રણ છે. આ યજ્ઞ (હવન)ની વધુ માહિતી માટે શ્રી અમરભાઈ ભુપતભાઈ પાંઉ (મો. ૯૭૧૨૯ ૮૨૮૦૦)નો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે.

સરનામું : “વ્રજ પ્રેમ” ૫, શ્રમજીવી સોસાયટી કોર્નર, ગોપાલનગર મેઇન રોડ, રાજકોટ.

   પાંઉ, પૌરાણા ખેતાણી પરિવાર ટ્રસ્ટ મંડળના. amarpaun2013@gmail.co.in

Leave a comment

Your email address will not be published. Required fields are marked *