એન્કરવાલા અહીંસાધામ દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.10 જાન્યુઆરી શનીવાર થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરશે.
રસ ધરાવતાઓને સૌને પધારવા આમંત્રણ
એન્કરવાલા અહીંસાધામ દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.10 જાન્યુઆરી શનીવાર થી તા.11 જાન્યુઆરી રવિવાર સુધી ”એન્કરવાલા અહીંસાધામ સંકુલ” પ્રાગપર રોડ જંકશન, મુન્દ્રા-કચ્છ ખાતે અહિંસા-જીવદયા વિષય પરબેદિવસીય મેગા સંમેલનનું આયોજન કરાયું છે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનનું સૂત્ર સંચાલન શ્રી અમૃત નિસર (લેખક, સંચાલક, કવિ, આધોઈ) વાળા કરશે.
બે દિવસીય મેગા સંમેલન કાર્યક્રમના સૌજન્યદાતા શ્રીમતી મંજુલાબેન મહેન્દ્ર સંગોઈ ચેરિટેબલ ટ્રસ્ટ (રામદેવ ગ્રુપ, વિલેપાર્લા- ટોડા), શ્રીમતી રીટાબેન હરેશભાઈ વોરા (ભાનુ પ્રોપર્ટીઝ, બોરીવલી – ગેલડા), શ્રીમતી દિપ્તીબેન રૂપેશભાઈ સંગોઈ (ઝીલ ઈન્ફોટેક, કાંદિવલી – કપાયા) તથા એક સદગૃહસ્થ રહેશે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના પ્રથમ દિવસ શનિવારે તા.10-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના સંતો, ડૉ. સુરદાસ પ્રભુ (પ્રમુખ ઇસ્કોન ઇન્ડિયા, મુંબઈ)ના સંતોના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રેમજીભાઈ રવજી પિંડોરિયા (આફ્રિકા) વાળા રહેશે. પ.પૂ.શાસ્ત્રી શ્રી કશ્યપભાઈ જોશી (મોટા ભાડિયા) વૃક્ષના વિષય પર તથા એડ. શ્રી અનુપચંદ્ર જૈન (વડોદરા) જીવદયા વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે એડ. હિતેષભાઈ જૈન ( VHP-Surat), નરશીભાઈ મહાદેવાભાઈ દુબરીયા (સ્કાય કોમ્પ્યુટર, અંધેરી-ભચાઉ), મયંકભાઈ ઠકકર (M.D.OF LYM TECHNOLOGY PVT. LTD. , મુંબઈ) સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
શનિવારે બપોરે 03-૦૦ કલાકે નંદી સરોવર પાણી, ઘાસના કાર્યનું નિરિક્ષણ અને પશુ-૫ક્ષી પર્યાવરણ નિહાળવા મંગલ ફેરી કરવામાં આવશે. આ સમારંભ પ્રમુખ અનિલભાઈ શશીકાંત જૈન (દિગંબર સમાજ ,વિલેપાર્લા) તથા વકતા ડૉ. ભૂમિકા જૈમીન દોશી (CSR PROFESSIONAL & ASSISTANT PROFESSOR,માંડવી) પોતાનું વક્તવ્ય આપશે. અતિથિ વિશેષ તરીકે રાજેશભાઈ જૈનેન્દ્ર જૈન (MD OF KAMDHENU NENOTECH PVT. LTD. ,MALAD), પ્રતિકભાઈ સાંગવે (DIRECTOR OF KAMDHENU NENOTECH PVT. LTD. ,MALAD), પ્રેમચંદભાઈ જૈન (PRESIDENT,DAYODAY MAHASANGH, BHOPAL), બી.એસ.રાવ (DIRECTOR OF AAIMA WATER SOLUTIONS PVT. LTD.,AHEMDABAD), રાકેશ પંચાલ (DIRECTOR OF AAIMA WATER SOLUTIONS PVT. LTD.,AHEMDABAD) સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનનાદ્વિતીય દિવસે રવીવારે તા.11-01-2026 , સવારે 9-30 કલાકે અહિંસાધામ સંકુલમાં રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિશ્રી લોકપ્રકાશ લોકેશ (દિલ્હી)ના આશીર્વચન સાથે કાર્યક્રમની શરૂઆત થશે. સમારંભ પ્રમુખ પ્રવિણભાઈ જૈન (પ્રમુખ ચિંતામણી દેરાસર,વિલેપાર્લા) રહેશે. નીરજ કાંતિલાલ પુરોહિત (ગૌપાલક, ઘાટકોપર), ડૉ. શ્રીમતી પ્રતિભા આઠવલે (અમદાવાદ)પર્યાવરણ વિષય ઉપર પોતાનું વક્તવ્ય આપશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અનિરુદ્ધભાઈ દવે (ધારાસભ્યશ્રી, મુન્દ્રા-માંડવી), જીગરભાઈ તારાચંદભાઈ છેડા (પ્રમુખ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન, ભુજ), સારીકા જૈન (CA , મોટીવેશનલ સ્પીકર), (IRS: Joint Commissioner of Income Tax, Mumbai), વિરાગ શાહ (CA, CMA/CS/LLB/CAIIB/Founder- Connect Easy, Mumbai), જશ નીતા પ્રફુલ વીરા (વીરા ગ્રુપ, વિલેપાર્લા-મોટા લાયજા), સુભાષચંદ્ર ગોયલ (અગ્રવાલા ટિમ્બર્સ પ્રા.લી. , સામાજીક કાર્યકર્તા ગાંધીધામ), કુંવરજી દેવજી નારદાણી (કેરા- મોમ્બાસા/ આફ્રીકા), શ્રીમતી માધવીબેન હેમલભાઈ શાહ (ભાવના રોડવેઝ, સુરેન્દ્ર નગર), જયંતીલાલ જીવરાજ ગાલા (જીવદયાપ્રેમી, માટુંગા-ગાગોદર), કમલેશભાઈ પરીખ “કમલ” (અધ્યક્ષ : અખીલ ભારતીય ગૌશાલા સમાજ), નરેન્દ્રભાઈ પોપટલાલ કારિયા (તાશ્કદ ગ્રુપ, વિલેપાર્લા-લાકડીયા), શ્રીમતી ખ્યાતિબેન શર્મા (જીવદયાપ્રેમી, ગાંધીધામ) સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
“પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” સંમેલનના દ્વિતીય દિવસે રાષ્ટ્રીય સંત આચાર્ય મુનિશ્રી લોકપ્રકાશ લોકેશજી (દિલ્હી), શ્રી આદિજિન યુવક મંડળ (વાલ્કેશ્વર-મુંબઈ), શ્રી અલ્કેશ મનુભાઈ મશરૂફવાલા (જીવનધારા વૃદ્ધાશ્રમ, અમદાવાદ)નાઓને અહિંસા એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
એન્કરવાલા અહીંસાધામ દ્વારા “પશુ- પક્ષી રક્ષા, પર્યાવરણ રક્ષા, જલરક્ષા” માટેનાં બે દિવસીય મેગા સંમેલનમાં જીવદયા સંસ્થાઓને ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ–આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા–પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ—પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, અહિંસક—સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર–પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં ભારતભરમાંથી સાધુ–સંતો તેમજ જાહેર જીવનના અગ્રણીઓ, ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, પર્યાવરણ પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહી જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યંત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબધ્ના, પર્યાવરણ રક્ષા તરફ વળવા માટેનું માર્ગદર્શન અપાશે.
અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 1990માં જાદવજી રવજી ગંગરની પ્રેરણાથી શરુ થયેલા ‘એન્કરવાલા અહિંસા ધામ’માં 2900 થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપતું ધામ એટલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, આ સંસ્થાએ સમગ્ર વિશ્વમાં ‘ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર’ તરીકેની ખ્યાતિ મેળવી છે. આ સંસ્થા વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. સંસ્થામાં મુખ્ય બે કૅમ્પસ રહેલા છે, અહિંસાધામ વેટરનરી હોસ્પિટલ (સંકુલ) અને અહિંસા ધામ 35 એકરનું નંદી સરોવર, અહિંસાધામ નંદી સરોવર એ પશુ, પક્ષીની રોજીંદી પાણીની જરૂરિયાતને સંતોષવા માટે બનાવવામાં આવેલું માનવસર્જિત સરોવર છે. આ સંસ્થાનાં સંકુલમાં મ્યુઝીયમ, મિનિ થિએટર, ઓડિટોરિયમ, ગોપાલ સ્મૃતિ મંદિર, ICU યુનિટ, દાજેલા પશુઓ માટે બર્ન વિભાગ, બાલવાટિકા, સાધુ સાધ્વી માટે ઉપાશ્રય, અંધ પશુઓ માટે આશ્રય જેવા વિભાગો આવેલા છે. અહિંસા ધામ સંસ્થાને વર્ષ 2008માં ગુજરાત રાજ્યનાં એ સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહાવીર જીવદયા ઍવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ વર્ષ 2011 માં ‘સ્વર્ણિમ ગુજરાત એવોર્ડ’ ૫ણ એનાયત કરવામાં આવ્યો હતો. સંસ્થામાં 100 એકરમાં પશુઓ માટે વિવિધ ઘાસચારો ઉગાડવામાં આવ્યો છે, સંસ્થામાં 5 લાખ વૃક્ષોનું નંદનવન બનાવવામાં આવી રહ્યું છે. સંસ્થા પરિસરમાં જોવાલાયક અષ્ટકોણ હવાડા, 21 લીટર પાણીનો ટાંકો, પશુઓની ખાસ સારવાર માટે ICU વોર્ડ, 35 એકરમાં ફેલાયેલું નદી સરોવર છે. ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટે સને-2019 માં પૂ. મોરારિબાપુની રામકથા પણ કરી હતી.
‘એન્કરવાલા અહિંસા ધામ’ સંસ્થામાં પશુઓની મોટી હોસ્પિટલમાં દર કલાકે એક્સીડન્ટ કેસ આવે છે. બે ક્વોલીફાઈડ Dr. અને બે LI કમ્પાઉન્ડરો મળીને 15 જણાની ટીમ સતત કામ કરે છે. 500 બેડનાં બે ICU 24 કલાક સેવામાં કાર્યરત હોય છે. પર્યાવરણ ઉપર ખૂબજ કાર્ય થઈ રહ્યું છે. 50,000 હજાર જેટલા મોટા દેશી વૃક્ષોનું જંગલ અને પક્ષીઓ માટેનું આવાસ. પાંચ લાખ વૃક્ષો ઉપર 225 એકરમાં કામ થઈ રહ્યું છે. 100 એકરમાં ઝીંઝવા ઘાસ, હાથી ઘાસ, નેપીયર ઘાસ એવા અલગ અલગ વેરાઈટી ના ઘાસ છે. દર વર્ષે 100 સ્કુલોના 15 હજાર બાળકો મુલાકાત માટે આવે છે. 31 વર્ષે જુનું કરૂણા મંદીર. 35 એકરનું એન્કરવાલા નંદી સરોવર. અહિંસા પેવેલીયન અને અહીંસા ઓડીટોરીયમ. 3100 થી વધુ બિમાર પશુઓ, ભારતની નં. 1 અલ્ટ્રા મોડર્ન એનીમલ હોસ્પિટલ, 200 એકરમાં પશુઓના મુક્ત વિચરણ માટે અભયારણ્ય બનાવવામાં આવેલ છે. 21 લાખ લીટરનો પાણીનો ટાંકો, આંધળા અને લંગડા પશુ માટે અલગ આવાસ પણ બનાવાયું છે.
એન્કરવાલા અહિંસાધામ–પ્રાગપુર (કચ્છ) આઈ.સી.યુ.માં ટ્રીટમેન્ટ લેતા અબોલ પશુઓ, સંસ્થાના જોવા લાયક વિભાગો 34 વર્ષ જુનું કરૂણા મંદિર, બે આઈ.સી.યુ.હોસ્પીટલ, 5 એકરનું મુખ્ય સંકુલ, વીરમણી ભોજનશાળા, ગોપાલ સ્મૃતિ મંદિર, નવનીત ઓડીટોરીયમ, વીનેશાલય મ્યુઝિયમ, 600 એકરની વિશાળ જમીન, કૈલાસ ઉપવન અને ટેકરો, 20,000 વૃક્ષોનું ઉપવન, અહિંસા પેવેલીયન, અપંગ, અંધ પશુઓ માટે આવાસ, ઘાસચારાના સંગ્રહ માટે વિશાળ ગોડાઉનો, જવો ઘાસના રોપા, પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ એન્કરવાલા અહીંસાધામનાં ટ્રસ્ટીઓ અથાગ મહેનત કરી રહયાં છે.
એન્કરવાલા અહીંસાધામ સંસ્થાને દાન આપવા માટે “Bhagwan Mahavir Pashu Raksha Kendra” HDFC Bank Ltd., Borivali (E) Branch, IFSC CODE: HDFC0001106, CD A/C NO: 50200019295950 નાં નામનો ચેક લખવો.
એન્કરવાલા અહીંસાધામ સંસ્થાની વિશેષ માહિતી માટે 5, ગુરૂરક્ષા એપાર્ટમેન્ટ, કસ્તુરબા ક્રોસ રોડ નં.1, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ ખાતે આવેલ ઓફીસ મો. 97264 85555 તથા કચ્છ ખાતે આવેલ ઓફીસ મો. 70692 88555 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
બે દિવસીય જીવદયા મેગા સંમેલનની વિશેષ માહિતી માટે એન્કરવાલા અહીંસાધામનાં મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ (Mo. 98211 51364) તથા પ્રમુખ ટ્રસ્ટી હરેશભાઈ વોરા (Mo. 98211 60529) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































