#Blog

હનુમાન જયંતી નિમિત્તે વંદના

મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી.

શેરી એ શેરી તારાં રખોપા હનુમાનજી.

મારાં હૃદયે વસજો વ્હાલાં હનુમાનજી.

ભટકતાં અથડાતાં પહોંચે સૌ દેરીએ,

હાજરાહજૂર ને હાથવગા હનુમાનજી.

ના કોઈ વળતર લીધું ના રે કોઈ ઓરતાં,

રામકાજ કર્યા તે તો ઠાલાં હનુમાનજી.

પવનપુત્ર તું તો છો મહાશક્તિશાળી,

બ્રમ્હચારી તું તો મારા બાલા હનુમાનજી.

પ્રભુથી યે મોટો રે હોય તેનો ભક્ત જો,

પથરાં તરાવ્યાં તે તો રામા હનુમાનજી.

સૂર્યપુત્ર હોય કને તેને શાના રાત-દિન,

સદાયે ભેરાં રેજો સર્વ કલ્યાણાં હનુમાનજી.

દિન-દુઃખી-અબોલ નો તું એક જ સહારો,

આધિ-વ્યાધિ-ઉપાધિ ભગાવતાં હનુમાનજી.

-મિત્તલ ખેતાણી (રાજકોટ, M.9824221999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *