#Blog

અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે

તા.4 ઑક્ટોબર, શનિવારના રોજ રાત્રે 8:30 કલાકે હેમુંગઢવી હોલ ખાતે દિવ્ય, ભવ્ય, સનાતન, નવ્ય, અદકેરુ આયોજન

અસ્મીતા ફાઉન્ડેશન દ્વારા “સોનલ ગરબો શીરે ” અવિસ્મરણીય કાર્યક્રમ તારીખ 4 ઑક્ટોબર, 2025, શનિવારે સાંજે 8:30 વાગ્યે રાજકોટના હેમુંગઢવી હોલ ખાતે ભવ્યતા સાથે યોજાશે. આ કાર્યક્રમ ફક્ત આમંત્રિત મહેમાનો માટે જ રાખવામાં આવેલ છે.
અસ્મીતા ફાઉન્ડેશનના પ્રમુખ દ્વારા “સોનલ ગરબો શીરે ” કાર્યક્રમની માહિતી આપતા અસ્મીતા ફાઉન્ડેશનના મનીષ ભટ્ટ જણાવે છે કે ગુજરાતી લોકસંસ્કૃતિનું ગૌરવ ગણાતો ગરબો માત્ર નૃત્ય નથી, પરંતુ તે ગુજરાતની આત્મા, પરંપરા અને આસ્થા સાથે જોડાયેલો એક જીવંત વારસો છે. આ વારસાને તેની મૂળ પવિત્રતા, સૌંદર્ય અને ઉર્જા સાથે જનજન સુધી પહોંચાડવા માટે કાર્યરત રાષ્ટ્રીય સન્માન પુરસ્કૃત “કંકણ” ગ્રુપના કલાકારો પોતાની વિવિધ કૃતિઓ દ્વારા પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરશે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન માનનીય વજુભાઇ વાળા(પૂર્વ રાજ્યપાલ અને વરિષ્ઠ ભાજપ અગ્રણી), પરસોત્તમભાઈ રૂપાલાના શુભહસ્તે થશે, રામભાઈ મોકરીયા (સાંસદશ્રી રાજ્યસભા), શ્રીમતી ભાનુબેન બાબરીયા (મંત્રીશ્રી ગુજરાત સરકાર), ડો. ભરતભાઇ બોઘરા (ભાજપ અગ્રણીશ્રી), શ્રી રમેશભાઈ ટીલાળા (ધારાસભ્યશ્રી-રાજકોટ), ડૉ. માધવભાઈ દવે (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયરશ્રી-રાજકોટ શહેર), શ્રી અરવિંદભાઈ પટેલ (અગ્રણી ઉધોગપતિ,ગુજરાત ફોર્જિંગ), શ્રી મનસુખભાઈ પાણ (અગ્રણી ઉદ્યોગપતિ),નાથાભાઈ કાલરીયા ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શીતાબેન શાહ, રમેશભાઈ ટીલારા, હરિભાઈ પટેલ (પૂર્વ સાંસદશ્રી), ડૉ. વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રિય મંત્રી), ઉમેશભાઈ રાજ્યગુરુ (ભાજપ અગ્રણી), કશ્યપભાઈ શુક્લ (ભાજપ અગ્રણી), અરવિંદભાઈ રૈયાણી (પૂર્વ મંત્રીશ્રી-ગુજરાત રાજ્ય), ભીમાભાઇ કેશવાલા (હિન્દુસ્તાન પોજેક્ટ), કલ્પકભાઈ મણિયાર (CA, સહકારી અગ્રણી), ભુપતભાઇ બોદર (જિલ્લા ભાજપ અગ્રણી), દિનેશભાઇ અમૃતિયાં (જિલ્લા ભાજપ અગ્રણી), ઉમેશભાઈ રાજ્યગુરુ (પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર), ભીખાભાઈ વિરાણી (અગ્રણી ઉદ્યોગપતી), શ્રી અંજલીબેન રૂપાણી (મહિલા ભાજપ અગ્રણી), શ્રી ભુપતભાઈ બોદર (જીલ્લા ભાજપ અગ્રણી), શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (જીલ્લા ભાજપ અગ્રણીશ્રી), શ્રી મનીષભાઈ રાડિયા (દંડકશ્રી, રાજકોટ મ્યુનિ. કો.), શ્રી ભરતભાઇ બેલાણી (અમીધારા ડેવેલોપર્સ), કમલેશભાઈ મહેતા (ચેરમેન વધાર ફાઉન્ડેશન, અગ્રણી બીલ્ડર) સાથેના અગ્રણી મહાનુભાવો, સામાજિક નેતાઓ અને સાંસ્કૃતિક જગતના આગેવાનો ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમ ત્રણ કલાકનો રહેશે જેમાં દરેક કૃતિઓ દર્શકોને મંત્ર મુગ્ધ કરી દેશે, અને 15 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવશે. તેમાં ગરબાની જુદી-જુદી શૈલીઓ, સંગીત અને નૃત્યનો સુમેળ રજૂ થશે. સમગ્ર કાર્યક્રમનું સંકલન કલ્પન અને નૃત્ય નિર્દેશક કંકણ મેને- ટ્રસ્ટી સુ.શ્રી.ટ્વિંકલ જાગાણી અને ટ્રસ્ટી સુ.શ્રી.ઝલક મીહિર છાયા અને મિરવા સગપરીયા તેમજ ખયાલી
રાજકોટની કંકણ કલાસંસ્થાને મળેલી ઓળખ માત્ર ગુજરાત પૂરતી જ નથી, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગૌરવપૂર્ણ છે. આ સંસ્થા ICCR માન્ય આંતરરાષ્ટ્રીય કલા સંસ્થા તરીકે તેમજ દુરદર્શન અને ઓલ ઇન્ડિયા રેડિયો માન્ય કલા સંસ્થા તરીકે અનોખું સ્થાન ધરાવે છે. વિશ્વના અનેક ખૂણામાં, અનેક દેશોના ચાચર ચોકોમાં માતાજીની આરાધના સ્વરૂપે પ્રસ્તુત થતો પરંપરાગત ગરબો કંકણ કલાસંસ્થાને આગવી ઓળખ આપે છે. સમગ્ર ગુજરાત અને ભારત ભરમાં એકમાત્ર એવી સંસ્થા છે, જે સતત ત્રણ કલાકનો જીવંત ગરબા કાર્યક્રમ રજૂ કરવાની ક્ષમતા ધરાવે છે.
વાઈબ્રન્ટ ગુજરાતના ઝગમગાટમાં કંકણની હાજરી હંમેશા વિશિષ્ટ રહી છે. ઘંટારાવ ગરબાની જન્મદાત્રી તરીકે જાણીતી આ સંસ્થાએ ભક્તિ સાથે રાસ, કરતાલ, સપાખરૂ, વિંજણો અને ચોપાટ જેવા પ્રયોગાત્મક ગરબાઓને નવો આયામ આપ્યો છે.
કંકણ કલાસંસ્થા માત્ર પરંપરાની જાળવણી નથી કરતી, પરંતુ પ્રયોગ દ્વારા તેને આધુનિક રંગ પણ આપે છે. માતાજીના આરાધના સ્વરૂપે ગરબા, કલા અને સંસ્કૃતિને વિશ્વમંચ પર ઝગમગાવતા રાખવા કંકણ કલાસંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, “સોનલ ગરબો શીરે ” એક એવું સાંસ્કૃતિક યજ્ઞ છે, જે ગરબાની શરૂઆતથી લઈને તેની યાત્રા અને વિકાસ સુધીની અનોખી સફરને રજૂ કરશે. કંકણ ગ્રુપના 80 કરતાં વધુ કલાકારો દ્વારા પરંપરાગત ગરબા, ગરબી, રાસ અને વિવિધ કલાત્મક કૃતિઓ રજુ કરવામાં આવશે. ગુજરાતની પરંપરા અને માતાજીની ભક્તિ સાથે જોડાયેલા ગરબા, ગરબી, રાસ અને અન્ય લોકનૃત્યોની મૂળ ઓળખને કાયમ રાખી જનજન સુધી પહોંચાડવાના હેતુસર વાધર ફાઉન્ડેશન તથા અસ્મીતા ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરિયોગ્રાફીમાં દુહા, છંદ, લોકગીતો જેવી ગુજરાતી સાહિત્યની છાંયાઓ સાથે ઝળહળતા પગલાં અને પરંપરાગત ચેષ્ટાઓ તથા, સંગીતમાં ઢોલ, મોરલી, શહેનાઈ, નગારાં, ઘંટ, કરતાલ જેવા પરંપરાગત વધ્યો, વસ્ત્રોમાં કચ્છથી સૌરાષ્ટ્ર સુધીની લોકહસ્તકલા અને ઝળહળતા રંગીન વસ્ત્રો, આ પ્રસ્તુતિઓ થાળી, દિવો, માંડવડી, ચિરમી અને ગ્રામ્ય સંસ્કૃતિના જીવંત પ્રતીકો તેમજ સ્ટેજ સજાવટ માટે મંદિર જેવા આધ્યાત્મિક વાતાવરણમાં માતાજીની પ્રતિમા, ઝૂંપડાં, વૃક્ષો અને ગામડાંનો આભાસ કરાવતી ડિઝાઇન, અનુભવી લાઇટ ડિઝાઇનર દ્વારા ભવ્ય દ્રશ્ય અસર, જેથી દર્શકોને એક દિવ્ય અને આધ્યાત્મિક અનુભૂતિ થાય, આ બધાનું સંકલન દર્શકોને માત્ર મનોરંજન નહીં પરંતુ દિવ્ય ભક્તિની સાથે ગુજરાતની મૂળ ઓળખનો ગર્વ અનુભવાવશે.
કંકણ ગ્રુપ છેલ્લા 44 વર્ષ કરતા વધુ સમયથી ગુજરાતી લોકનૃત્યના પુનર્જીવનમાં અગ્રેસર રહી છે. 5000 કરતાં વધુ લોકનૃત્યકારોને તાલીમ આપી તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચાડ્યા છે. 36થી વધુ પ્રકારના ગરબા શૈલીઓ જેવી કે પ્રાચીન, આર્વાચીન, સર્જનાત્મક, શાસ્ત્રીય ગરબા, ઘંટરવ, મંજિરા, વિનજનો, માતાજીનું સપાખરૂ, થાળી ગરબો, દીવાના જાગ, નવવાટી દિવી, માંડવડી, દિવી, જવેરા, ધુપેડિયા, ચિરમી, માતાજીનો ઘોડો, માતાજીની હમચી, માતાજીની ચોપટ, માતાજીની તલવાર અને ભવાઈ ગરબાનું સંશોધન અને પ્રદર્શન કર્યું છે. કંકણ ગ્રુપના પ્રેરણાસ્ત્રોત સોનલબેન સાગઠીયાએ એક બીજરૂપએ “કંકણ”ની શરૂઆત કરી હતી, જેને આજે એક વિશાળ પરિવારનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. તેમના વારસાને આગળ વધારતા કંકણ મેને- ટ્રસ્ટી નૃત્ય નિર્દેશિકા ટ્વિંકલ જાગણી અને ટીમ નવા ઉત્સાહ સાથે કાર્યરત છે.
અસ્મીતા ફાઉન્ડેશનનાં ઉપક્રમે યોજાનાર કાર્યક્રમ “સોનલ ગરબો શીરે ” માત્ર એક પ્રદર્શન નથી – તે ગુજરાતની અસલ ઓળખ, માતાજીની ભક્તિ અને ગરબાની દિવ્ય ઉર્જાને નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ છે. આ કાર્યક્રમ દ્વારા દર્શકોને માત્ર મનોરંજન નહીં પરંતુ અભિમાન, ભક્તિ અને પરંપરાનો જીવંત અનુભવ થશે. “સોનલ ગરબો શીરે ” કંકણ ગ્રુપની આ ભવ્ય ભેટ સમગ્ર ગુજરાતને સમર્પિત છે. આમંત્રિતોને આ દિવ્ય સાંસ્કૃતિક યાત્રાના સાક્ષી બનવા હાર્દિક આમંત્રણ છે.
કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનીષભાઈ ભટ્ટ, મિતલ ખેતાણી, આશિષ ભુતા, યોગેશ પાંચાણી, પ્રશાંત દવે, પ્રદીપ મહેતા, અભિષેક રબરા, વિરલ રાવલ, આનંદ અમૃતિયા, વિમલ જાની, દિનેશ ગજેરા, અભિષેક તાલાટિયા, પ્રશાંત માણેક, ચિરાગ પટોડિયા,મનીષ ગોળ, દિનેશ ગજેરા, વિજય કોઠીવાલ, દિનેશ દવે, મયુર ભટ્ટ, કમલેશ દુદકિયા, નીલ લોઢીયા, મનોજ અનડકટ, નીતિન મહેતા, શોરીન ગોવાણી સહિતની ટીમ જેહમત ઉઠાવી રહી છે.
અસ્મીતા ફાઉન્ડેશન દ્વારા યોજાનાર “સોનલ ગરબો શીરે ” કાર્યક્રમની વિશેષ વિગતો માટે મનીષભાઈ ભટ્ટ (મો. 98254 77501) પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *