ગીર ગંગા પરિવારના સહયોગથી જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ ખાતે 47 મો રક્તદાન કેમ્પ

ગીર ગંગા પરિવાર દ્વારા આયોજિત જલકથાના ભાગરૂપે લોકપ્રિય કલાકાર કિર્તીદાન ગઢવીનો ભવ્ય કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનવસેવાના ઉદ્દેશ્ય સાથે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાત રક્તદાતાઓએ સ્વેચ્છાએ રક્તદાન કરી માનવજીવન બચાવવાની સેવા કરી હતી. આ ઉપરાંત ઉપસ્થિત નાગરિકોએ ચક્ષુદાન, દેહદાન અને સ્કીન ડોનેશન અંગેના સંકલ્પ પત્રો ભરી જનકલ્યાણ ટ્રસ્ટની સેવાભાવી પ્રવૃત્તિઓને વધુ વેગ આપ્યો હતો. આ સમગ્ર આયોજન માટે ગીર ગંગા પરિવાર પ્રત્યે જનકલ્યાણ ટ્રસ્ટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.
ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત રેસકોર્સ ખાતે તા. 16-17 ડિસેમ્બરના રોજ યોજાયેલ જલકથા માં જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે તા. 16-17 ડિસેમ્બરના રોજ રક્તદાન કેમ્પ ઉપરાંત અંગદન- ચક્ષુદાન – સ્કીન ડોનેશન – દેહદાન પત્રો સાંજના 06:00 વાગ્યાથી રાત્રીના 11:00 કલાક સુધી ભરવામાં આવશે.
કાર્યક્રમમાં ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા સાથે પ્રદીપભાઈ પંડ્યા, અતુલભાઈ શાહ, કૌશિકભાઈ, પ્રશાંતભાઈ સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 785-ચક્ષુદાન, 44-સ્કીન ડોનેશન તથા 61-દેહદાન થયેલ છે. ચક્ષુદાન, દેહદાન તથા સ્કીન ડોનેશન અંગેની વિશેષ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા (મો.94285 06011) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































