ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો.બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું

ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા જેસીઆઇ, જેતપુરનાં ઉપક્રમે અંગદાન જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો હતો. સાથમાં જ બી.ટી. સવાણી કીડની હોસ્પિટલ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું બ્લડપ્રેસર, ડાયાબીટીસ ચેકઅપ કરાયું હતું.
આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે જયેશભાઈ રાદડીયા (ધારાસભ્યશ્રી—જેતપુર), પ્રશાંતભાઈ કોરાટ (ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ) તથા અતિથી વિશેષ તરીકે ડો. દિવ્યેશ વિરોજા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી, ભાવેશભાઈ ઝીંઝુવાડીયા ખાસ ઉપસ્થિત રહયાં હતા.
જેસીઆઇ, જેતપુરનાં પ્રેસિડન્ટ જેસી રમેશ માલવિયા, સેક્રેટરી જેસી શૈલેષ ઠુમર, GLC જેસી કલ્પેશ સખરેલીયા, પ્રોજેકટ ચેરમેન જેસી સાગર રાબડીયા, આઈ.પી.પી.જેસી પિન્ટુ ગજેરા, લીડર જેસી અશ્વિન ધડુક, જેસી નરેન્દ્ર કોટડીયા, જેસી મહેશ રાદડીયા, જેસી નિતેશ ઠુમર, જેસી પરેશ સેંજલિયા, જેસી દ્વિજેશ ધડુક ,જેસી સુભાષ કુંભાણી, જેસી અજય રાદડિયા, જેસી ભાવેશ વેકરીયા,જેસી રાકેશ પટોળીયા, જેસી ભાવેશ બાલધા, જેસી અમિત ઠુંમર, જેસી ભાવેશ દોમડિયા , જેસી ચેતન પાદરીયા, જેસી રાકેશ રૂડાણી, જેસી હિતેષ રૂપાપરા તથા જેસીઆઈ જેતપુરના તમામ ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ તેમજ તમામ મેમ્બર્સની ટિમ હાજર રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ અકસ્માત, બ્રેઇન હેમરેજ કે અન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિના મગજને ગંભીર ઇજાઓ પહોંચે ત્યારે ઘણા બધાં સંજોગોમાં વ્યક્તિનું મગજ નકામું થઇ જાય છે. તબીબી ભાષામાં એ વ્યક્તિ Brain Dead (બ્રેઇન ડેડ) ગણાય છે. આવી વ્યક્તિનાં કીડિની, લીવર, હૃદય, પેન્ક્રીયાસ, ફેફસાં જેવા અંગો તદન સાબૂત અને જીવંત હોય છે. જો એ અંગો કાઢીને જેનાં આવા અંગો નિષ્ક્રીય થઈ ગયા છે તેમને અપાય તો તેમની જીંદગી બચી શકે છે માટે અંગદાન અંગેની જાગૃતિ વધુને વધુ લોકોને મળે તેવા શુભ હેતુથી અંગદાન જાગૃતિ સેમીનારનું આયોજન કરાયું હતું. જેમાં ડો. દિવ્યેશ વિરોજા દ્વારા ઉપસ્થિત મહેમાનોને અંગદાન વિશેનું માર્ગદર્શન આપ્યું હતું. ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી તથા ભાવેશભાઈ ઝીંઝુવાડીયા દ્વારા જેસીઆઇ, જેતપુરનાં તમામ હોદેદારો તથા આમંત્રીત મહેમાનોને અંગદાનનો સંકલ્પ લેવડાવ્યો હતો અને અંગદાન અંગેના ફોર્મ ભરાવ્યા હતા.
અંગદાન અંગેની વિશેષ માહિતી માટે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ભાવનાબેન મંડલી મો. 94264 00690 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.