શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન દ્વારા મકર સંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા–ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરાઈ.

એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની ગાઈડ લાઈન અને કેન્દ્રીય ગ્રીન ટ્રીબ્યુનલનાં નિર્દેશ અનુસાર દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્કાય લેન્ટર્ન ચાઈનીઝ તુકકલનાં વેચાણ, સંગ્રહ અને ઉડાવવા પર તાત્વકાલીક સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ મુકવા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા મકર સંક્રાતિ નિમીતે ચાઈનીઝ દોરા—ચાઈનીઝ તુકકલના વેંચાણ અને સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ કરવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયમાં દર વર્ષે મકર સક્રાંતિના પવિત્ર દિવસે કાતીલ ચાઈનીઝ દોરાથી અનેક લોકોનાં ગળા કપાઈ જાય છે જેના લીધે રાજયમાં મૃત્યુ નિપજવાના ઘણા બનાવો બને છે. તેમજ લાખો પક્ષીઓની પાંખ પણ કપાઈ જાય છે, મૃત્યુ પામે છે. પાંખ કપાઈ જવાથી કુદરતના ખોળે મુકત રીતે વિહરતા નિર્દોષ પક્ષીઓ આજીવન ઉડી શકતા નથી. ઘણા વર્ષોથી ચાઈનીઝ દોરાનાં વેંચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. તેમજ ચાઈનીઝ તુકકલ, સ્કાય લાલટેન પર પણ પ્રતિબંધ મુકાય છે. ચાઈનીઝ તુકકલથી પણ આગનાં ઘણા બનાવો બન્યા છે જેના લીધે લોકોના જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન થાય છે. ગુજરાત રાજય સરકાર દ્વારા ગુજરાત રાજયનાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં અને તમામ આ વ્યવસાય સાથે જોડાયેલ વેપારી મંડળોમાં જાગૃતિ આવે તેમજ કાયદાકીય ગંભીરતા—જવાબદારી આવે તેમજ વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા તેમજ આખા ગુજરાતમાં જાહેરનામું બહાર પડે તેમજ તેનું કડક અમલીકરણ થાય તેવી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલયના માનદ સલાહકાર મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતની ટીમે રજૂઆત કરી છે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































