શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્રારા તા. 23, મે, શુક્રવારના રોજ મોટીવેશનલ સ્પીકર પ્રકાશ વરમોરાનું “હકારાત્મકતા” વિષય પર સંમેલન યોજાશે.

Blog

રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ છે.

શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનિમલ હેલ્પલાઈન રાજકોટ દ્વારા તા.23, મે, શુક્રવારના રોજ રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન હોલ, ૩–ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે સાંજે ૦૬-૩૦ કલાકેથી મોટીવેશનલ સ્પીકર, ધારાસભ્ય પ્રકાશ વરમોરાનું “હકારાત્મકતા’ વિષય પર સંમેલન યોજાશે.
રાજસતા દ્વારા સમાજ સેવા કરનારા ધારાસભ્ય તથા મોટીવેશનલ સ્પીકર પ્રકાશ વરમોરા દ્વારા “હકારાત્મકતા“ વિષય પર મોટીવેશનલ સ્પીચ અપાશે. પ્રશ્ન એ નથી કે ધ્યેય મોટું છે, ને ચુકાઈ જાય છે, પ્રશ્ન એ છે કે ધ્યેય જ નાનું છે અને પ્રાપ્ત થઈ જાય છે. કૂવામાંના દેડકાં નહી, સમુદ્રની શાર્ક બનવા માટેનું આત્મબળ પરમાત્માના સથવારે જગાડવાનો, અસ્તિત્વની સાક્ષીએ અને એ જ અસ્તિત્વનાં સથવારે કરવાનો પુણ્ય, પૂર્ણ પ્રયાસ કરવા માટેનું આ સંમેલન છે. આત્મશુધ્ધિ, આત્મસિધ્ધિ થકી દર્દીનારાયણ, દરીદ્ નારાયણ, અબોલ નારાયણના વૈશ્વિક કલ્યાણ માટેની તકો શોધવા માટેનું આ સંમેલન છે. રસ ધરાવતા સૌને પધારવા જાહેર આમંત્રણ છે. કાર્યક્રમ પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજનની વ્યવસ્થા રાખેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ધીરેન્દ્ર કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
કાર્યક્રમની અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો. 9824221999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393), રમેશભાઈ ઠકકર (મો. 9909971116) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *