સમસ્ત મહાજન દ્વારા પાલીતાણામાં અબોલ પશુઓનો સેવા અભિયાન
- દરરોજ 700 જેટલા શ્વાનોને જમાડાય છે, સહકાર આપનાર ધર્મશાળાઓનું સન્માન કરાયું
વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે પ્રયત્નશીલ સંસ્થા સમસ્ત મહાજન દ્વારા પશુઓનો સેવા અભિયાન શરૂ કરવામાં આવ્યો. સમસ્ત મહાજન દ્વારા પાલિતાણામાં હજારો અબોલ જીવોની સેવા કરવામાં આવે છે. પાલિતાણામાં હજારો કુતરાઓ છે, જે આખો દિવસ ખાવાનું શોધતા રહે છે. પરંતુ તેમના માટે કોઈ વ્યવસ્થા આજ સુધી કરવામાં આવી નથી. સમસ્ત મહાજન દ્વારા આ કૂતરાઓને દરરોજ દૂધ અને બાજરાની રોટલી ખવડાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર પાલીતાણામાં 100 થી વધુ જગ્યાઓ નક્કી કરવામાં આવી અને પશુઓનાં ભોજન માટે કુંડીઓ મુકવામાં આવી. આ અભિયાન અંતર્ગત કૂતરાઓને 100 લિટર દુધ અને રોટલી ખવડાવવી તેમજ તેમને હડકવા અથવા અન્ય કોઈ બીમારી ન થાય તેના માટે રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. પવિત્ર પાલિતાણામાં અત્યાર સુધીમાં 690 થી વધુ શ્વાનને નિયમિત ધોરણે રોટલી અને દૂધ,છાશ અને ભાત, પૂરી, પૌવા વગેરે જમાડવામાં આવે છે. વર્તમાન સમયમાં બે હજારથી વધુ કૂતરા અને બિલાડીઓ માટે નિયમિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. સમસ્ત મહાજનનાં આ કાર્યમાં નંદપ્રભા ધર્મશાળા, તખતગઢ ધર્મશાળા, RMD જંબુદિપ ધર્મશાળા, પાલનપુર ધર્મશાળા, કેસરિયજી ધર્મશાળા, ભૂરીબા ધર્મશાળા, નવરત્નધામ ધર્મશાળા, વિદ્યાવિહાર ધર્મશાળા, ચેન્નઈ ભુવન, મન શાંતિ ભુવન, ધાનેરા ભુવન, મહારાષ્ટ્ર ભુવન, દક્ષ વિહાર, આત્માનંદ જૈન પંજાબી યાત્રિક ભવન, ખિમંત ભવન, નાકોડા ભવન, ઝાલાવાડ યાત્રિક ભવન, ગિરિવિહાર ભોજનશાળા, શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન ધર્મશાળા, તિલોક્ દર્શન ધર્મશાળા, આગમ મંદિર, ચંદ્ર દીપક ધર્મશાળા, સંઘવી ભેરુ વિહાર, જડાવી ભવન, ગિરીવિહાર ધર્મશાળા, મોહન બાગ ધર્મશાળા, ભરતભાઈ માંડલિયા વગેરે ભોજનશાળાઓનો સહયોગ મળી રહ્યો છે. સહયોગ આપનાર તમામ ધર્મશાળાઓનું સમસ્ત મહાજન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. પાલિતાણામાં અબોલ જીવોની સેવા કરવા માટે એક દિવસનો અંદાજિત ખર્ચ દસ હજાર રૂપિયા છે. આ અબોલ પશુઓની સેવામાં જોડાવવા સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહ (મો.9820020976), અજયભાઈ શેઠ(મો. 94262 28018), પરેશભાઈ શાહ (મો.9819301298) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.