#Blog

રાજકોટના રઘુવંશી સમાજની ગીરગંગાના જળસંચય અભિયાનને સંપૂર્ણ સહયોગની ખાતરી

​ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે ગીરગંગાના કાર્યાલયની મુલાકાત લઈ સમાજે સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા કરી હાકલ

રાજકોટ તથા સૌરાષ્ટ્રને ફરીથી હરિયાળું બનાવવાના મહાઅભિયાન પર કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહેલ ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ના અનુસંધાને રાજકોટના રઘુવંશી સમાજે વિશાળ સંખ્યામાં સોમવારે સાંજે રેસકોર્સ સ્થિત ગીરગંગાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઇ જળસંચયના કાર્યો અને જલકથાને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. રઘુવંશી સમાજના પ્રતિનિધિ મંડળે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને આ પુણ્ય કાર્યમાં તન, મન અને ધનથી જોડાવા માટે હાકલ કરી હતી.

       ​આ પ્રસંગે રઘુવંશી સમાજના અગ્રણી સર્વશ્રી હરીશભાઈ લાખાણી, રોટરી ક્લબના મેહુલભાઈ નથવાણી, શાંતુંભાઈ રૂપારેલિયા, હસુભાઈ ચંદારાણા, હસુભાઈ ભગદેવ, કાળુમામા વડેરા, મનુભાઈ કોટક, મેહુલભાઈ નથવાણી, મયુર અનડકટ, મયુરભાઈ નથવાણી, નીરવભાઈ રાયચુરા, કલ્પેશભાઈ બગડાઈ, વિશાલ કેસરિયા, દીપકભાઈ કારીયા વગેરે જોડાયા હતા.

        ​આ પ્રસંગે રઘુવંશી સમાજને આવકારતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ગીરગંગા દ્વારા સૌરાષ્ટ્રમાં ચેક ડેમ અને તળાવો ઊંડા કરીને ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું ભગીરથ કાર્ય ચાલી રહ્યું છે, જે આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો સાબિત થશે. રઘુવંશી સમાજનો સહયોગ આ અભિયાનને વધુ વેગ આપશે.

         ​આ પ્રસંગે શ્રી હરીશભાઈ લાખાણીએ કહ્યું હતું કે, ગીરગંગા પરિવારનું કાર્ય માત્ર જળ સંચયનું નથી, પણ આ સંસ્થા પર્યાવરણ અને માનવ જીવનને નવજીવન આપવાનું કાર્ય કરી રહી છે. પાણીની અછત દૂર કરવા માટેનું તેમનું સમર્પણ પ્રેરણાદાયી છે.

      ​ગીરગંગા પરિવારના અગ્રણી શ્રી જે. કે. સરધારાએ આ પ્રસંગે નિર્દેશ કર્યો હતો કે, ગીરગંગાનો હેતુ સૌરાષ્ટ્રને જળસમૃદ્ધ બનાવીને ખેતી અને પશુપાલનને ફરીથી જીવંત કરવાનો છે. ડો. કુમાર વિશ્વાસની જળકથા દ્વારા જે જનજાગૃતિ અને અનુદાન એકત્ર થશે તે આ કાર્યને અભૂતપૂર્વ સફળતા અપાવશે.

       ​રઘુવંશી સમાજના પ્રતિનિધિ મંડળમાં સર્વશ્રી રીશીભાઈ ગણાત્રા, કેતનભાઈ મીરાણી, રાજુભાઈ મીરાણી, પૂનમભાઈ ઠક્કર, હિતેનભાઇ વડેરા, રમેશભાઈ લાલચેતા અને ગોંડલના રમેશભાઈ કારીયા પણ જોડાયા હતા અને ગીર ગંગાની જળસંચયની પ્રવૃત્તિ વિશે ઊંડાણપૂર્વકની માહિતી મેળવી સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી.

       ​આ મુલાકાત પ્રસંગે રઘુવંશી સમાજના બહેનો સર્વશ્રી કાશ્મીરાબેન નથવાણી, દક્ષાબેન વસાણી, મનિષાબેન ભગદેવ, જશુબેન વસાણી, કમલાબેન ભાગ્યોદેવ, બદિયાબેન અમલાની, જાગૃતિબેન ખીમાણી, જીતાબેન દાતાની, સોનલબેન સોમૈયા, અનિતાબેન પાઉં, અલકાબેન ખગ્રામ, મનીષાબેન કુંડલિયા વગેરે પણ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા.

આ કાર્યને વેગ આપવા માટે પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, શ્રી વીરાભાઈ હુંબલ, શ્રી જમનભાઈ ડેકોરા, ટર્બો બેરિંગવાળા શ્રી પ્રતાપભાઈ પટેલ, શ્રી રમેશભાઈ ઠક્કર, શ્રી જે.કે. સરધારા, શ્રી શૈલેષભાઈ જાની,  શ્રી વસંતભાઈ લીંબાસીયા , કૌશિકભાઈ સરધારા, વગેરેએ જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *