હૈદરાબાદ સ્થિત એક સ્ટાર્ટઅપે કંપનીએ ડોગને ચીફ હેપીનેસ ઓફિસર (CHO) તરીકે નિયુક્ત કર્યો

Blog

આ કોઈ જેવો તેવો ડોગ નથી કંપનીનો CHO છે

હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીના કો-ફાઉન્ડર રાહુલ અરેપાકાએ તેમની ટીમના આ નવા સભ્ય વિશેની માહિતી લિંક્ડઇન પર એક પોસ્ટ દ્વારા શેર કરી હતી. હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપનીએ પોતાના કર્મચારીઓને ખુશી અને કાર્યક્ષમતા વધારવા માટે ડેનવર નામના ગોલ્ડન રિટ્રીવર ડોગને પોતાની કંપનીમાં નિયુક્ત કર્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયામાં આ ડોગ છવાઈ ગયો છે. રાહુલ અરેપાકાએ પોતાની કંપનીમાં આવેલા આ નવા મહેમાન વિષેની પોસ્ટમાં લખ્યું હતું કે અમારા નવા કર્મચારીને ડેનવરને મળો. તે “ચીફ હેપ્પીનેંસ ઓફિસરના” પદ પર નિયુકત કરવામાં આવ્યા છે. ઓફિસમાં તેઓને કોઈ પણ બાબતની ચિંતા કરવાની જરૂર નથી. તેઓ માત્ર આવે છે, દિલ જીતી લે છે અને આખી ઓફિસમાં એનર્જી બરકરાર રાખે છે. હાર્વેસ્ટિંગ રોબોટિકસ નામની કંપની હવે પેટ-ફેડલી પણ બની ગઈ છે. રાહુલ અરેપાકા કહે છે કે ડેનવરને ઓફિસમાં લઈ આવવો એ અમારા દ્વારા લેવાયેલો ઉત્તમ નિર્ણય છે, અને વાત પણ એવી જ છે કે આ ડેનવરને અહીં ઓફિસમાં કોઈ કોડિંગ નથી કરવું પડતું, નથી કોઈ મિટિંગ્સ ભરવી પડતી, ડેનવર પાસે ન તો લેપટોપ છે, ન તો તેણે કોઈ પ્રેઝન્ટેશન આપવાના છે. માત્ર તેની નિર્દોષતા અને મૈત્રીપૂર્ણ સ્વભાવ જ સમગ્ર ઓફિસમાં હાસ્ય અને આનંદ લઈ આવે છે. ઓફિસમાં ડેનવરની નિમણૂક કરવામાં આવ્યા બાદ કર્મચારીઓમાં કામ માટે ઉત્સાહ વધ્યો છે. સોશિયલ મીડિયા પર હજારો લોકો આ અંગે પોતાની કમેન્ટ્સ મૂકી રહ્યા છે. ઘણાએ એવું કહ્યું કે આવા પેટ્સ ઓફિસની પ્રોડક્ટિવિટી પણ વધારી શકે છે. ડેનવર જેવા કર્મચારીઓ ઓફિસનો થાક અને તણાવ ઘટાડીને કાર્યસ્થળને વધુ આરામદાયક અને સુખદ બનાવી શકે છે. ડેનવરની જ ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. એક યુઝરે લખ્યું છે કે, તે પરેશાન લાગી રહ્યો છે. જેના પર કોઈએ જવાબ આપ્યો હતો કે તે હાલમાં ઓફિસ ઇન્ટરવ્યૂમાં બેઠો છે ડેનવરની લિંક્ડઇન પ્રોફાઇલ પણ બનાવવામાં આવી છે અને તેમાં લખેલું છે, શું હું સીઇઓ બની શકું? એક મહાશયે તો એવું લખ્યું છે કે જો મારી ઓફિસમાં આવું હોય તો હું તો કયારેય રજા ન પાડુ તો કોઈ લખે છે કે- જ્યારે તમે ઓફિસમાં કામ કરવા માંગતા હોવ ત્યારે આનંદ અને માત્ર આનંદ માટે આવા પાર્ટનર હોવા જોઈએ. આ ઘટના એ સાબિત કરે છે કે પાળતૂ પ્રાણીઓ માત્ર ઘરના નહીં પરંતુ કાર્યસ્થળના પણ સારા સાથી બની શકે છે. ડેનવર જેવી અનોખી નિમણૂક અન્ય કંપનીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *