પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા વર્ધમાન યુવક ગ્રુપના સહકારથી જીવદયા સંમેલન યોજાયું.

300 જેટલા જીવદયા પ્રેમીઓ, ગૌશાળાઓ–પાંજરાપોળોના સંચાલકો હાજર રહ્યાં.
૫.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજીની પ્રેરક નિશ્રામાં ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા નિઃશુલ્ક પશુ-પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈન દ્વારા વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટના સહયોગથી જીવદયા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલા જીવદયા પ્રેમીઓ, ગૌશાળાઓ–પાંજરાપોળોના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતા. જીવદયા સંમેલનમાં સૌરાષ્ટ્ર-કચ્છની ગૌશાળાઓ–પાંજરાપોળોના સંચાલકો, જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ, સેવાકીય સંસ્થાઓના સંચાલકો, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ જીવદયાક્ષેત્રે આવી રહેલા પડકારો, તકો તથા ભાવી આયોજનો અંગે વિચાર ગોષ્ઠિ કરાઈ હતી તથા પ.પૂ.આચાર્ય ભગવંત શ્રીમદ વિજય તીર્થભદ્ર સુરીશ્વરજી તથા પ.પૂ.આચાર્ય ભગવંતશ્રી તીર્થતારક મ્હારાજશ્રીના આશીર્વાદ અને માર્ગદર્શન આપ્યું હતું અને સૌએ સાથે સાથે મળીને જીવદયાને લગતા વિવિધ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવાના શપથ લીધા હતા. સમગ્ર કાર્યક્રમને વર્ધમાન યુવક ગ્રુપ, રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો હતો. જીવદયા સંમેલનમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ એડવોકેટ ડૉ.માધવભાઈ દવે, ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, પશુ પાલન વિભાગના રીઝયુનલ ડાયરેકટર ડો. બી.એલ. ગોહિલ સાહેબ ઉપસ્થિત રહ્યાં હતા તેઓનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. સમસ્ત મહાજનાા ડો. ગીરીશભાઈ શાહે વિડીયો કોન્ફરન્સથી માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખીયાએ દરેક ગામ/શહેર/જીલ્લામાં પાણી બચાવ અભિયાન શરૂ થાય, ચેકડેમો બને, વરસાદનું પાણી જમીનમાં ઉતરે જળ એ જ જીવન અંતર્ગત વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, શ્રી પંચનાથ એનિમલ એન્ડ બર્ડ ડિસ્પેન્સરીના મયૂરભાઈ શાહ, અર્હમ યુવા સેવા ગ્રુપના સેતુરભાઈ દેસાઇ, તુષારભાઈ મહેતા, જૈન અગ્રણી ધર્મેન્દ્રભાઈ શાહ, જીવદયા ગ્રુપ, બરોડીયન જીવદયા સેવા ગ્રુપના મહેતા સાહેબ તથા ટીમ, સમસ્ત મહાજન, જીવદયા ગ્રુપ હેમાબેન મોદી, હર્ષભાઈ મહેતા, વિરેન્દ્રભાઈ દોશી, પારસભાઈ મોદી, પ્રકાશભાઈ મોદી, પુરુષાર્થ યુવક મંડળના કીશોરભાઈ રાઠોડ કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઇ સખીયા, સહજાનંદ ગૌશાળા – કાંતિભાઈ પટેલ, શ્રીજી ગૌશાળાના જયંતીભાઈ નગદીયા, ભુપેન્દ્રભાઈ છાંટબાર, ચંદુભાઈ રાયચુરા, ડૉ.કે.આર.દેસાઈ, ડૉ.એન.એ.જાકાસણીયા, ડૉ.બી.એલ.ગોહિલ, વર્ધમાન યુવક ગ્રુપ, શ્રી પંકજભાઈ કપૂપરા ડૉ.દિનેશ ચોવટિયા, હરેશભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ વોરા, જીતુભાઈ વસા, ભાવિકભાઈ શાહ, રાહુલભાઈ ખીવસરા, ધવલભાઈ દોશી, ભદ્રેશભાઈ – હેમલભાઈ કપાસી, યદુનંદન ગૌ શાળા, કાંતિભાઈ અમૃતિયા, ડૉ કાનજીભાઇ મગનભાઇ જારીયા, વેલજીભાઈ ખોડાભાઈ ઉઘરેજા, જિતેન્દ્રભાઈ કથીરિયા, તક્ષભાઈ મિશ્રા, પુરૂષાર્થ યુવક મંડળ વિગેરે સંસ્થાઓ/ મહેમાનોનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. જીવદયા સંમેલનને સફળ બનાવવા માટે મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણી, ધીરેન્દ્ર કાનાબાર, પારસભાઈ મહેતા, રમેશભાઈ ઠકકર, ગૌરાંગભાઈ ઠકકર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, કુમારપાળ શાહ સહિતની ટીમ જહેમત ઉઠાવી હતી.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































