GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “ગૌ આધારિત બાયો-ગેસ અને ગ્રીન ટેકનોલોજી: આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું” વિષય પર વિશેષ સંવાદ

તા. ૦૮-૦૪-૨૦૨૬, બુધવાર સાંજે ૦૭:૦૦ વાગ્યે શ્રી ભાસ્કર કુમાર નિરંજનિજી સાથે સંવાદ
ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “ગૌ આધારિત બાયો-ગેસ અને ગ્રીન ટેકનોલોજી: આત્મનિર્ભર ભારત તરફ એક મહત્વપૂર્ણ પગલું” વિષય પર રાઘવેન્દ્ર ગ્રીન ટેકનોલોજી પ્રા. લિ.ના ડિરેક્ટર શ્રી ભાસ્કર કુમાર નિરંજનિજી સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સંવાદમાં ગૌ આધારિત બાયો-ગેસ ટેકનોલોજી, ગ્રીન એનર્જી અને તેના વ્યાવસાયિક તેમજ પર્યાવરણલક્ષી લાભો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. શ્રી નિરંજનિજી દ્વારા સમજાવવામાં આવશે કે બાયો-ગેસ પ્લાન્ટ ખેડૂતો, ગૌશાળાઓ અને ગ્રામિણ અર્થતંત્ર માટે કેવી રીતે લાભદાયી સાબિત થશે. સાથે જ, ગૌમૂલ્ય આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને વિવિધ સંસ્થાઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડવામાં આવશે. ચર્ચા દરમિયાન ગૌ આધારિત ઊર્જા દ્વારા રોજગારી સર્જન, ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને આવરી લેવામાં આવશે. આ પ્રકારની ટેકનોલોજીથી ગ્રામિણ ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં સકારાત્મક પગલું ભરાશે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવશે. યુવાનો અને ઉદ્યોગસાહસિકોને આ ક્ષેત્રમાં આગળ વધવા અને ગૌ આધારિત નવીનતા અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવશે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “Official GCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































