#Blog

GCCI દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝમાં “કુપોષણથી મુક્તિનો માર્ગ: ગાય આધારિત પોષણનો અનુભવ” વિષય પર વિશેષ સંવાદ

તા. 14-02-2026, શનિવાર સાંજે 7:00 વાગ્યે શ્રી ગોવર્ધન મહિલા અને બાલ વિકાસ ફાઉન્ડેશન તેમજ ગૌ ટેક-૨૦૨૬ ની આયોજન સમિતિના સભ્ય શ્રીમતી ભાગ્યશ્રી રામદાસ ચોંડે સાથે સંવાદ.

ગૌ કુલમ વિશેષ સંવાદ સિરીઝ ગૌ સેવા, ગૌ આધારિત અર્થતંત્ર અને ભારતીય મૂલ્યોના પુનર્જાગરણની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે સમાજમાં સકારાત્મક પરિવર્તન અને આત્મનિર્ભર ભારતના નિર્માણને વેગ આપશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને GCCI ના ફાઉન્ડર ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ GCCI દ્વારા ગૌ આધારિત અર્થવ્યવસ્થા ને વેગ આપવા “કુપોષણથી મુક્તિનો માર્ગ: ગાય આધારિત પોષણનો અનુભવ” વિષય પર શ્રી ગોવર્ધન મહિલા અને બાલ વિકાસ ફાઉન્ડેશન તેમજ ગૌ ટેક-૨૦૨૬ ની આયોજન સમિતિના સભ્ય શ્રીમતી ભાગ્યશ્રી રામદાસ ચોંડે સાથે વિશેષ સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાગ્યશ્રી રામદાસ ચોંડે શ્રી ગોવર્ધન મહિલા તથા બાળવિકાસ ફાઉન્ડેશન સાથે સંકળાયેલાં છે અને “Gau Tech–2026” ની આયોજન સમિતિની સભ્ય તરીકે સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે.મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલાં હોવા છતાં તેઓ ગૌ સેવા દ્વારા કુપોષણ નિવારણના ક્ષેત્રમાં સમર્પિત રીતે કાર્ય કરી રહ્યા છે. પંચગવ્ય ઘૃત, દેશી ભારતીય ગાયના દૂધ તથા ઔષધીય જડીબુટ્ટીઓ આધારિત તેમના પ્રયત્નોથી અનેક કુપોષિત બાળકો સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે.
આ વેબિનારનું સંચાલન GCCI ના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર વેબીનાર GCCI ના ફેસબુક અને યુ ટ્યુબ “OfficialGCCI” પર લાઈવ નિહાળી શકાશે. વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, શ્રી રમેશભાઈ ઘેટીયા મો. ૯૮૨૫૭ ૦૫૮૧૩, શ્રી પુરીશ કુમાર મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮ અને તેજસ ચોટલીયા મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યુ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *