ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સદસ્ય, એનીમલ હેલ્પલાઈનના સેક્રેટરી, જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો તા.15, ઓકટોબર, બુધવારના રોજ જન્મદિવસ.

સૌરાષ્ટ્રનાં સેવા જગતમાં અનેરૂ નામ ધરાવતાં, યુવા–તરવરીયા, પ્રખર જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત “ગારડી એવોર્ડ“ વિજેતા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સન્માનીત, જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો તા. 15, ઓકટોબર, બુધવારના રોજ જન્મ દિવસ છે. પ્રતિક સંઘાણી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના માનદ સદસ્ય, ગુજરાત સરકારના જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીના જોઈન્ટ સેક્રેટરી તથા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત એનીમલ હેલ્પલાઇન નાં સેક્રેટરી અને સ્થાપક ટ્રસ્ટી, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના જીલ્લા પ્રતિનિધિ તેમજ સમસ્ત મહાજન, સદભાવના વૃધ્ધાશ્રમ, ગીરગંગા પરીવાર ટ્રસ્ટ, પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિધાઆઉટ ક્રુઆલ્ટી, વિવેકાંનદ યુથ કલબ, થેલેસેમિયા જનજાગૃતિ સમીતી, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ, વિવિધ ગૌશાળા અને પાંજરાપોળો સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા છે. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે એનીમલ કરૂણા એમ્બ્યુલન્સ અને જીવદયાના વિવિધ પ્રોજેકટ કરવા માટે સતત સક્રિય, જીવદયાના પ્રશ્નો અંગે દેશના અનેક રાજયોમાં સતત પ્રવાસ કરતા તેમજ ગુજરાતના જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીના હસ્તે ‘જીવદયા રત્ન એવોર્ડ’, વિશ્વ વણીક સંગઠન સંસ્થા દ્વારા ‘વણિક રત્ન એવોર્ડ’, ભારત ભામાશા પૂ. દિપચંદ ગારડીના હસ્તે ‘ગાર્ડી એવોર્ડ’, જૈન સમાજ દ્વારા ‘જૈન રત્ન એવોર્ડ’ પ્રાપ્ત કરેલા છે. પ્રતિકભાઈ એ M.J.M.C, M.Phil, સુધી ઉચ્ચ અભ્યાસ કરેલ છે. પ્રતિક સંઘાણી વ્યવસાયે કોર્પોરેટ ઓફીસ સ્ટેશનરી સપ્લાયર્સ છે.
જન્મદિનનાં મંગલ પ્રસંગે ખાસ કરીને બાળકો તરૂણો, યુવાનોમાં શાકાહારનો પ્રચાર-પ્રસાર થાય, માંસાહારનો ત્યાગ થાય તેવાં ઉમદા હેતુથી ‘ વેજીટેરીયન સોસાયટી” ને ધમધમતી કરવાના પ્રણ સાથે સેવારત અને અભયદાન પ્રવૃતિમાં સવિશેષ અભિરૂચી ધરાવતાં તેમજ કતલખાને જતા જીવ બચાવવા અંગે રાષ્ટ્રીય–આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરી રહેલા પ્રતિક સંઘાણીને ભગવાન મહાવીર, માતુશ્રી છાયાબેન દિલીપભાઈ સંઘાણી, પિતા શ્રી દિલીપભાઈ હરસુખભાઈ સંઘાણી, લાખો અબોલ જીવોના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહયાં છે, પત્ની શ્રીમતી કિંજલબેન સંઘાણી ના સતત સહકાર સાથે અને વ્હાલી દિકરી આંગી અને પુત્ર જીનાંશના પ્રેમ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવદયા—ગૌસેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્ર નારાયણના લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવતાં પ્રતિક સંઘાણીને આશીર્વાદ આપવા મો. 99980 30393 પર સંર્પક કરવો.