સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી નુતનબેન દેસાઈનો આજે જન્મ દિવસ.
વૈશ્વિક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે સેવા સંસ્થા સમસ્ત મહાજન કાર્યરત છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે. સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતનાં અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે.
પાણી એ જીવનનો દોર છે વધતું જતું શહેરીકરણ અને પાણીની અછત માટેનું આયોજન હાલમાં વિશ્વભરમાં ચિંતાઓનું કારણ બની રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને દેશ અને રાજ્યમાં વિવિધ સ્તરે જળ સંચયના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. નદીઓ અને નહેરોને અલગ-અલગ સ્તરે ઉંડા કરીને ભૂગર્ભમાં વધુમાં વધુ પાણી કેવી રીતે પંપ કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. આ અંગે નૂતનબેન વિશેષ ધ્યાન આપી રહ્યા છે. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી તરીકે તેઓ સમગ્ર જળ સંચયનાં કર્યો સંભાળી રહ્યા છે. સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી અને જળ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર જલતારા પ્રોજેકટ દ્વારા પરતુર અને મંથા તાલુકામાં જળક્રાંતિ કરનાર નૂતનબેન દેસાઈ (ભુસ્તર શાસ્ત્રી)નો આજે જન્મદિવસ છે.
નૂતનબેન દેસાઈ : (મો. 98208 45825)