વૃક્ષોનો મહિમા

- વૃક્ષમ્ શરણમ્ ગચ્છામી
दशकूपसमा वापी दशवापीसमं सरः |
सरोदशसमः पुत्रः दशपुत्रसमस्तरुः ||
દશ કૂવા ખોદાવો તે એક વાવ ખોદાવો તે સમાન છે. દશ વાવ અને એક સરોવર સરખા છે. દસ સરોવર સમાન એક સત્પુત્ર છે પણ દશ પુત્રોને ઉછેરો અને એક વૃક્ષને ઉછેરો તે સમાન છે. અર્થાત વૃક્ષ અનેક રીતે ઉપકારક હોવાથી સૃષ્ટિમાં ખૂબ મહત્વ ધરાવે છે.
જે વ્યક્તિ એક પીપળો, લીમડો અથવા વડ વાવે અથવા દસ આમલી કે ત્રણ કોઠ, બીલી અને આમળાના વૃક્ષ વાવે અથવા પાંચ અં|બા વાવે તે કદાપિ નરકમા જતો નથી.
– ભવિષ્યપુરાણ
यं युमान रोपयेद् वृक्षान् छाया पुष्पफलोपगान |
सर्व सत्वोपभोग्याय स याति परमां गति ||
– अग्निपुराण
જે મનુષ્ય સર્વ પ્રાણીઓના ઉપભોગ માટે છાયા, ફૂલ અને ફળ માટે વૃક્ષો વાવે છે તે પરમ ગતિને પામે છે.
छायामन्यस्य कुर्वन्ति स्वयं तिष्ठन्ति चातपे |
फलान्यपि परार्थाय वृक्षाः सत्पुरुषा इव ||
– वृक्षविज्ञान
વૃક્ષો અન્ય પ્રાણીઓને પોતાની છાયાથી સુખ આપે છે ને પોતે તો તાપમા સંતપ્ત થયા કરે છે. એમના ફળ પણ બીજાઓને જ કામ આવે છે. આમ વૃક્ષો સત્પુરુષો જેવા (પરોપકારી) છે.
બીજાનુ વૃક્ષ કાપનારને ત્રણ સુવર્ણમુદ્રાનો દંડ કરવો. તળાવ પરનું, સીમા પરનું અને ધોરીમાર્ગનુ વૃક્ષ કાપનારને એથી બમણો દંડ કરવો. ફળ ફૂલવાળુ વૃક્ષ કાપનારને એક સુવર્ણ માષનો દંડ કરવો અને જે વ્યક્તિ કોઈ પણ કારણ વગર ઘાસ પણ કાપે છે તો તેને એક કાષાર્પણનો દંડ કરવો.
– મત્સ્યપુરાણ
- સંકલક : મિતલ ખેતાણી (મો. ૯૮૨૪૨૨૧૯૯૯)




























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































