#Blog

ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયનાં નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીને સાંસ્કૃતિક મૂલ્યોનું રક્ષણ કરવા ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે ‘સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર’ અર્પણ કરાશે

  • સાંસ્કૃતિક યોદ્ધાઓએ લોકોને આપણી સંસ્કૃતિ પરના હુમલાઓથી જાગૃત કરવા જોઈએ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

શીલ-સંસ્કૃતિ અને સદાચારની રક્ષા માટે જેઓ સમર્પિત છે, તેમને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સેવ કલ્ચર – સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં મંત્રી મુળુભાઈ બેરા  અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનનાં ભીષ્મપિતામહ અને સંસ્કૃતિ પ્રેમી ઉદય માહુરકરજીનાં વરદ હસ્તે ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગની નેશનલ એડવાઈઝરી કમિટીનાં સભ્ય યુવા સમાજ સેવક મિતલ ખેતાણીને તા. ૨૯, ઓકટોબર, રવિવારે, સવારે ૧૧-૦૦ કલાકે ટાગોર હોલ,પાલડી, અમદાવાદ ખાતે ‘સાંસ્કૃતિક યોદ્ધા એવોર્ડ’ અર્પણ કરાશે. કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે એવોર્ડ આપવામાં આવશે. કાર્યક્રમમાં ગૃહ મંત્રી તેમજ રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગનાં રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનાં મંત્રી મૂળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે. સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનનાં સ્થાપક, લેખક, ઈતિહાસવિદ ઉદય માહુરકર વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે તા. 25, બુધવાર સુધી આપેલ ગુગલ લિંક https://forms.gle/wDRtyp2AheCY4AgWA પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.  

ગુજરાતનાં સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, ‘સાંસ્કૃતિક યોદ્ધાઓએ લોકોને આપણી સંસ્કૃતિ પરના હુમલાઓથી જાગૃત કરવા જોઈએ’,  ‘સેવ કલ્ચર સેવ ઈન્ડિયા’ ફાઉન્ડેશનનાં સ્થાપક ઉદય માહુરકરે જણાવ્યું છે કે, ‘ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માટે વિકૃત સામગ્રીના નિર્માતાઓ સામે સંપૂર્ણ યુદ્ધ લડવાની જરૂર છે, નહીં તો જગત ગુરુ બનવાનું ભારતનું મહાન સ્વપ્ન પાટા પરથી ઉતરી શકે છે.’ઓટીટી અને સોશ્યિલ મીડિયાના પરથી પ્રસારિત થતાં કાર્યક્રમમાં નવી ગાઈડલાઇન આવવા છતાં પણ ગંદી ગાળો અને અશ્લીલતાઓ ભરેલી વિકૃત સામગ્રીનો કચરો ઠલવાઇ રહ્યો છે,જે ચિંતાનો વિષય છે. આવા કાર્યક્રમને જોવાથી વ્યક્તિનાં માનસ પર વિકૃત અસર થાય છે. સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહે જણાવ્યું છે કે, ‘શીલ સદાચારની રક્ષા થકી જ આપણે સૌ બચી શકીશું. યુવા જાગરણ મંચનાં એડવોકેટ અભય શાહ પણ વિકૃતિઓ અટકાવવા માટે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રયત્નશીલ છે.  

અત્રે ઉલેખનીય છે કે ભારત સરકારનાં પશુપાલન અને ડેરી વિભાગ, નેશનલ એડવાઈઝરી કમિટીમાં સભ્ય, ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડિયાનાં એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં સભ્ય, ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય, ભારતની પશુ સારવારનાં ક્ષેત્ર કોઈ એક શહેરમાં કાર્યરત હોય તેવી સૌથી મોટી સંસ્થા શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન,વેટરનરી હોસ્પિટલ, અબોલ જીવોનું અન્નક્ષેત્રનાં પ્રમુખ, તથા વૈશ્વીક સ્તરે જન, જંગલ, જમીન, જનાવર, જળની સુખાકારી માટે કાર્યરત વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનનાં સંગઠન મંત્રી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીનાં ટ્રસ્ટી, સમગ્ર વિશ્વનાં રઘુવંશીઓની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરીષદનાં પૂર્વ જોઇન્ટ  સેક્રેટરી, ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ)નાં માનદ સેક્રેટરી, અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટના પ્રમુખ તેમજ વિવેકાનંદ યુથ કલબ, વિવિધ ગૌશાળાઓ, ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન સહિતની અનેક સંસ્થાઓમાં તન-મન-ધનથી સક્રિય એવા યુવા સમાજસેવી બાલ્યાવસ્થાથી જ લોહીનાં સંસ્કારને લઇને સેવાક્ષેત્રને વરેલા મિતલ ખેતાણીનું ભારત સરકાર, ગુજરાત સરકાર દ્વારા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા/ જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી બદલ સન્માન થઇ ચૂકયું છે. ભારત ભામાશા પૂ. દીપચંદભાઇ ગારડીનાં વરદ હસ્તે, તેમનાં જ નામ સાથે જોડાયેલાં સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠિીત ‘ગારડી એવોર્ડ’ મિતલ ખેતાણીને મળી ચૂકયો છે. ચિત્રલેખા દ્વારા સને–૨૦૧૫માં ”યુવા પ્રતિભા” તરીકે વિશેષ લેખ પણ પ્રકાશીત થયેલ હતો. લેખક, કવિ એવા મિતલ ખેતાણી સારા વકતા પણ છે. પોઝીટીવ ન્યુઝ પ્રસારિત કરવાના ઉદેશ્યથી ”ઓમ ઓનલી ન્યુઝ” ની પણ શરૂઆત મિતલ ખેતાણીએ કરી છે. દિલ્હીનાં ગાંધી સ્મૃતિ મંદિર ખાતે ”જીવદયા રત્ન’ એવોર્ડ, ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ દ્વારા પણ જીવદયા ક્ષેત્રે એવોર્ડ પ્રાપ્ત થયો છે. આઈ ટુ આઈ મીડીયા, એચ.ડી.એફ.સી., એરટેલ સહીતનાં કોર્પોરેટ સેકટરમાં સીનીયર મેનેજમેન્ટ ક્ષેત્રે ૧૫ વર્ષનો અનુભવ ધરાવતાં તેમજ અમેરીકા, યુરોપ, મીડલ ઈસ્ટ, નેપાળ, આફ્રિકા સહિતનાં દેશો/ખંડોમાં અનેકવિધ નેશનલ–ઇન્ટરનેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનું સફળ સંચાલન કરી ચૂકેલાં–સન્માનીત થયેલા ઇલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનીકેશન એન્જીનીયર મિતલ ખેતાણી વ્યવસાયે ”શાલીભદ્ર ડ્રીમ્સ” રેસીડેન્સીયલ પ્લોટીંગનાં લેન્ડ ડેવલોપર્સ છે.

મિત્તલ ખેતાણી જીવનસંગીની ડીમ્પલ, સુપુત્રો માનસ અને ધર્મ તેમજ પરીવારજનોની ઉપસ્થિતીમાં અને ગં. સ્વ. માતુશ્રી હરદેવીબેન નરોતમભાઇ ખેતાણીનાં આશીર્વાદ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવદયા-ગૌ સેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્દ નારાયણનાં લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવે છે.

મિત્તલ ખેતાણી (મો. 98242 21999).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *