#Blog

ગીરગંગા દ્વારા જલ આધારિત ઓનલાઈન ક્વિઝ અને જલ સાહિત્ય ઉત્સવ

કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા ગુગલ લિંકનું લોન્ચિંગ કરશે

અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે યોજાશે ગરિમાપૂર્ણ સમારોહ

       જળસંચય દ્વારા સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ અર્થે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ વિશ્વવિખ્યાત કવિ અને યુગ વક્તા ડો. કુમાર વિશ્વાસના વ્યાસાસને અભૂતપૂર્વ, અપૂર્વ અને વૈશ્વિક ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવેલ છે, તે પૂર્વે સૌ કોઈ જળસંચયનું મહત્વ સમજે અને આ સંદર્ભે વધુને વધુ જાગૃતિ આવે એ હેતુથી જલ આધારિત એક ઓનલાઇન ક્વિઝ અને જલ સાહિત્ય ઉત્સવ અંતર્ગત ગીરગંગા દ્વારા જલ આધારિત સાહિત્યક રચનાઓ માટે ગુગલ લિંક બનાવવામાં આવી છે જેનું લોન્ચિંગ તારીખ 13 નવેમ્બરના રોજ એક ગરિમાપૂર્ણ સમારોહમાં શ્રમ અને રોજગાર તેમજ રમતગમત વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા કરશે.

        રાજકોટમાં પેડક રોડ સ્થિત અટલ બિહારી વાજપાઈ ઓડિટોરિયમ ખાતે આગામી તારીખ 13ના રોજ સાંજે 6:30 વાગ્યે યોજાનાર આ સમારોહમાં ઉદ્ઘાટક તરીકે શ્રી ડો. મનસુખભાઈ માંડવીયા હાજરી આપશે તેમજ અતિથિ વિશેષ તરીકે રાજકોટના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ધારાસભ્ય શ્રી ઉદયભાઇ કાનગડ અને શ્રી રમેશભાઈ ટીલારા ઉપરાંત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે, રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા અને રાજકોટ શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલીયા હાજરી આપશે.

       સિલ્વર મેન્યુફેક્ચરર એસોસિએશન રાજકોટ, ઇમિટેશન જ્વેલરી એસોસિએશન રાજકોટ તેમજ રાજકોટ બેડીપરા વિસ્તાર વેપારી તેમજ બિલ્ડર એસોસિએશનના સહયોગથી યોજાઇ રહેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જાહેર જનતાને નિમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમ અંગે વધુ વિગત માટે શ્રી ભાવેશભાઈ સખીયાનો મોબાઇલ નંબર 91374 23742 પર સંપર્ક કરવા અપીલ છે.

આ કાર્યને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, વિરાભાઈ હુંબલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, રમેશભાઈ ઠક્કર, વસંતભાઈ લીંબાસીયા, જેન્તીભાઈ સરધારા, શૈલેશભાઈ જાની, કૌશિકભાઈ સરધારા વગેરે લોકો જહેમત ઉઠાવી રહયા છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *