ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમી મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં ૧૦ મીથી કરૂણા અભિયાન. તા. ૨૦ જાન્યુઆરી સુધી સમગ્ર રાજયમાં કરૂણા અભિયાન યોજાશે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવા દો-જીવાડોનો જીવદયા અભિગમ સાકાર થશે.
રાજયભરમાં ૭૦૦ થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬૨૦ થી વધુ તબીબો 5 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’ માં સહભાગી થશે.
પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટસએપ અને વેબસાઈટ દ્વારા મેળવી શકાશે.
કરૂણા અભિયાન દરમિયાન સમગ્ર જીલ્લામાં “કરૂણા-૧૯૬૨’ ની ૨૨ એમ્બ્યુલન્સ, શ્રી કરૂણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઈનની ૧૧ એમ્બ્યુલન્સ, ૩ બાઈક એમ્બ્યુલન્સ, ૩ અદ્યતન હાઈડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની ૧ એમ્બ્યુલન્સ તેમજ વિવિધ વેટરનરી તબીબી કે ડોકટરો અને સારવારની વ્યવસ્થાથી સજજ રહેશે.
જિલ્લા કલેકટર શ્રી ડો. ઓમ પ્રકાશ દ્વારા વ્હેલી સવારે ૬ થી ૧૦ તથા સાંજે ૪ થી ૬ પતંગ ન ઉડાડી તેમજ પ્રતિબંધીત ચાઈનીઝ દોરા, કાચ પાયેલા પાકા દોરા, તુકકલનો ઉપયોગ ન કરી પક્ષીઓના જીવન બચાવવા લાગણી સભર અપીલ.
ઘવાયેલા પક્ષીઓની જરૂરી અદ્યતન સારવાર જેવી કે X-RAY, સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ અર્હમ વેટરનરી કલીનીક તથા પંચનાથ વેટરનરી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરાશે.
કરૂણા અભિયાન-૨૦૨૬ અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વોટસએપ મો.૮૩૨૦૦ ૦૨૦૦૦ નંબર ‘Karuna’ મેસેજ લખવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.
તાત્કાલીક સારવાર રેસ્ક્યુ માટે કરૂણા એમ્બ્યુલન્સ-૧૯૬૨, ૯૮૯૮૪ ૯૯૯૫૪, ૯૮૯૮૦ ૧૯૦૫૯, ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પર સંપર્ક વિનંતી.
સમસ્ત મહાજનના આર્થિક સહકારથી શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, રાજકોટ દ્વારા કરૂણા અભીયાન અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલા પક્ષીને તાત્કાલીક સારવાર આપવાનું આયોજન કરવામાં આવશે.
તાર પર, ઝાડ પર લટકતા દોરાઓ હટાવી લેવા વિનંતી.
આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજયમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી જિલાના તમામ તાલુકાઓમાં વનવિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે, જીવો જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉતરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે વોટસએપ નંબર તથા વેબસાઈટ પર કાર્યરત કર્યા છે. એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. આગામી ઉતરાયણ દરમ્યાન જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે ૭૦૦ થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૬૨૦ થી વધારે તબીબો તેમજ ૫૦૦૦ ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉતરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે ૬૦ હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ વર્ષે ઉતરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપીલ કરી છે. રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબધ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા સને-૨૦૧૭ થી ‘કરુણા અભિયાન’ શરૂ કરાયું છે. તા. ૧૦ મી થી તા. ૨૦/૦૧/૨૦૨૬ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરના તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસીપલ કમિશ્નરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવુ અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટાપાયે સાંકળવુ એ અતિ મહત્વનો અભિગમ રહેશે. આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઈજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલીકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહીતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. તદઉપરાંત આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરી અથવા ચાઈનીઝ માંઝાનો ઉપયોગ ન થાય તે અંગે જાગૃતિ કેળવાય તેમજ પતંગ ચગાવવાના ઉમંગમાં અબોલ જીવોને હાની ન થાય તે અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું તેમજ મોબાઈલવાન મારફતે જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવાનું નકકી કરાયેલ છે. કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ સાહેબ, અધિક કલેકટર ગૌતમ સાહેબ, ડી.ડી.ઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ, શ્રી એન.કે.મુછાર સાહેબ, પોલીસ કમીશ્નરશ્રી બ્રિજેશ ઝા સાહેબ,એસ પી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીના માનદ સલાહકાર મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો. ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ તથા સાથી ટીમ, ડી.સી.એફ. શ્રી યુવરાજસિંહ ઝાલા, ડી.એફ.ઓ. શ્રી કોટડીયા સાહેબ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈનના પ્રતિક સંઘાણી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ના માધવભાઈ દવે, જયેશ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, ચંદ્રેશભાઈ પટેલ,શૈલેષભાઈ જાની,રાજકોટ મહાનગરપાલીકા, વન વિભાગ, નાયબ પશુપાલન નિયામક ડો. ગરારા સાહેબ, રાજકોટ મહાનગરપાલીકાના ડો. ભાવેશભાઈ, ડો. હીરપરા, ડો. ઉપેન્દ્ર પટેલ સાહેબ, ડો. રાઠોડ સાહેબ જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર, આરોગ્ય વિભાગ તથા છેલ્લા ૨૨ વર્ષથી રાજકોટ શહેરના ઘવાયેલા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર કરતી અને મુખ્યમંત્રીશ્રી દ્રારા સન્માનીત, સમગ્ર ભારતની નિઃશુલ્ક પશુ–પક્ષી સારવાર ક્ષેત્રની નંબર વન સંસ્થા જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનોએવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન, વિવિધ સંસ્થાઓ અર્હમ યુવા સેવા ગૃપ, રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પંચનાથ એનીમલ હોસ્પિટલ, સમસ્ત મહાજન, જીવદયા ઘર, શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ વિગેરેના સથવારે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લામાં કંટ્રોલરૂમની માહિતી ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટેના ઈમરજન્સી નંબર ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩ પંતગનાં દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નંબર ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ પર સંપર્ક થઈ શકશે. ઉતરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા મા.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજયમાં તા.૧૦મીથી તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલનાર કરૂણા અભિયાન અંગે, રાજકોટ જિલ્લાના કરૂણા અભિયાન અંગે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ સાહેબ, ડી.ડી.ઓ. શ્રી અનંદુ સુરેશ ગોવિંદ સાહેબ, શ્રી એન.કે.મુછાર સાહેબ, અધિક કલેકટર ગૌતમ સાહેબ, એસ પી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલયની એવોર્ડ એન્ડ ઈવેન્ટ કમિટીનાં માનદ સલાહકાર મિતલ ખેતાણી, સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહ, કુમારપાળભાઈ શાહ, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ શેઠ, એસ.પી.સી.એ.ના જયેશ ઉપાધ્યાય, રાજકોટ મહાજન પાંજરાપોળનાં અગ્રણીઓ, પંચનાથ એનીમલ હોસ્પિટલ, જીવદયા ઘર, દેવાંગભાઈ માંકડ અને મયુરભાઈ શાહ, પશુપાલન વિભાગના ડો. કટારા સાહેબ, ડી.સી.એફ.યુવરાજસિંહ ઝાલા સાહેબ, ડી.એફ.ઓ. શ્રી કોટડીયા સાહેબ, વન વિભાગના અધિકારીઓ, એનીમલ હેલ્પલાઈનના રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, ઘનશ્યામભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, ગૌરાંગભાઈ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહિતનાઓ જહેમત ઉઠાવી રહયાં છે.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































