સમસ્ત મહાજન દ્વારા ‘ગૌમાતા પોષણ યોજના’ વિષે માહિતી આપતા વેબિનારનું આયોજન

- ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય તેમજ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ
માર્ગદર્શન આપશે
રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોને નાણાંકીય વર્ષ-૨૦૨૩–૨૪ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના, પબ્લિક ટ્રસ્ટ એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા–પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની યોજના આઈ-ખેડૂત પોર્ટલ પર મુકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો બોર્ડની Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. એપ્રિલ–૨૦૨૩ થી જુન–૨૦૨૩ ના તબકકાની સહાય માટે તા. ૨૫/૦૮/૨૦૨૩ થી તા. ૧૪/૦૯/૨૦૨૩ દરમ્યાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન અચૂક અરજી કરવાની રહેશે. જે તબકકા માટે ઓનલાઈન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબકકાની સહાય મળવાપાત્ર રહેશે નહી.
સમસ્ત મહાજન દ્વારા ગૌમાતા પોષણ યોજના વિષે માહિતી આપતા વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. વેબીનારમાં યોજનાનો લાભ લેવા અરજી કર્યા પછી જોડવાના જરૂરી પેપર્સ (૧) સંસ્થાના રજીસ્ટ્રેશનની પ્રમાણીત નકલ (૨) સંસ્થાની જમીનના ૭/૧૨, ૮-અ, ૬-હકકપત્રકના ઉતારાની અધ્યતન સ્થિતિએ કઢાયેલ નકલ (૩) સંસ્થાની બેંક પાસબુકની નકલ સંસ્થાના હિસાબ સંભાળના વ્યકિતની સહી, વ્યકિતનું નામ, મોબાઈલ નંબર, અને રાઉન્ડ સીલ–સ્ટેમ્પ મારી રજૂ કરવી (૪) સંસ્થાના લેટરપેડ પર એકાઉન્ટનું સંચાલન કરતા હોય તેવા વ્યકિતનું નામ, મોબાઈલ નંબર તથા આધાર કાર્ડ, આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ સાથે રજૂ કરવું (૫) બાહેંધરી પત્ર સંસ્થાના સહી કરનાર ટ્રસ્ટીએ પોતાનું પુરું નામ, મો.નં., આધારકાર્ડ વિગેરે નકલ જોડવી (૬) સંસ્થાના ટ્રસ્ટીઓના નામ સરનામા (૭) સંસ્થાનું બંધારણ અને પેટા કાયદાની નકલ (૮) સંસ્થાના છેલ્લા ત્રણ વર્ષના ઓડીટ રીપોર્ટની નકલ (૯) સંસ્થામાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ ખર્ચની વિગતો વગેરે તેમજ અન્ય કેવી બાબતો વિષે ધ્યાન રાખવું તેની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
વેબિનારમાં ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય તેમજ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ માર્ગદર્શન આપશે આવશે. આ વેબિનાર આજે રાત્રે 9 કલાકે સમસ્ત મહાજનનાં ફેસબુક, યુ ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પેઈજ પર લાઈવ કરવામાં આવશે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































