રાજકોટનાં સેવાભાવી અગ્રણી રમેશભાઇ ઠકકરનો તા.1, જુન, રવિવારના રોજ જન્મદિન : 77 માં વર્ષમાં મંગલ પ્રવેશ

Blog

અનેકવિધ સત્કાર્યો માનવતા—જીવદયા પ્રવૃતિઓ સાથે જન્મદિનની પ્રેરક—સેવામય ઉજવણી

શ્રી ગિરિરાજ હોસ્પિટલ, રાજકોટ ખાતે રકતદાન કેમ્પ યોજાશે.

સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે રકતદાન કરવા અપીલ

શ્રી રમેશચંદ્ર કેશવજી ઠકકરનો જન્મ 01/06/1949 ના રોજ થયેલ હતો તેઓશ્રીનાં પરિવારમાં તેમના અર્ધાંગીની શ્રીમતી રેણુકાબેન ઠકકર, જયેષ્ઠ પુત્ર ડો. મયંક ઠકકર (એમ.ડી.–ઇન્ટરનલ મેડીસીન, ડાયાબીટીક ક્રિટીકલ કેર સ્પેશ્યાલીસ્ટ) તથા નાનો પુત્ર શ્રી ગૌરાંગ ઠકકર (મીકેનીકલ એન્જી.) છે. પોતાની યુવાનીમાં શ્રી રમેશભાઈએ સફળતાને હાંસલ કરવા,પોતાની કોઠા સૂઝ, મહેનત અને લગાવથી વ્યવસાયને પોતાનું જીવન બનાવ્યું. જિંદગીની સીડી સડસડાટ ચઢવા, ઉતારચઢ રાજકોટનું સેવા જગતનું ગૌરવ, ગૌ પ્રેમી તથા અનેક સેવાકીય સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા રમેશભાઈ ઠકકરના 77 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહયાં છે ત્યારે તેમના જન્મદિનની સેવામય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રવર્તમાન ઉનાળાની ગરમીની સીઝનમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે રમેશભાઈ ઠકકરના પરીવાર તથા મિત્રવર્તુળ દ્નારા સિવીલ હોસ્પિટલ બ્લડ બેંક, રેડક્રોસ બ્લડ બેંક, લાઈફ બ્લડ બેંક, જીવનદિપ બ્લડ બેંકના સહયોગથી થેલેસેમીયા પીડીત બાળકો, દર્દીનારાયણ, દરીદ્રનારાયણના લાભાર્થે તા.1, જૂન, રવીવારના રોજ સવારે 08-00 થી બપોરે 1-00 સુધી શ્રી ગિરિરાજ હોસ્પિટલ, 27- નવજ્યોત પાર્ક, 150 ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રમેશભાઈ ઠકકર શ્રીજી ગૌશાળામાં હાલમાં 1900 થી વધુ દેશી અને ગીર ગાયોના રખાવવામાં મદદરૂપ થયા. એનીમલ હેલ્પલાઇન (કરૂણા ફાઉન્ડેશન) દ્વારા રાજકોટમાં છેલ્લા 21 વર્ષથી ચલાવવામાં આવતી 11 એમ્બ્યુલન્સ, 3 બાઈક એમ્બ્યુલન્સ, 2 અન્નક્ષેત્ર વાહન અને સ્થાયી હોસ્પિટલ તથા 1200 નાનામોટા જીવોના શેલ્ટર (પાંજરાપોળ) દ્વારા અબોલ જીવોની વિનામુલ્યે સારવાર થાય છે તેમા પણ શરૂઆતથી જોડાયેલ છે. અત્યાર સુધીમાં તેમાં 12 લાખ જેવા અબોલ જીવોની નિઃશુલ્ક સારવાર થકી જીવતદાન અપાયું છે. ગુજરાત લેવલે આવી જ એનીમલ હેલ્પલાઈન એટલે કે માણસ માટે જેવી 108 છે તેવી જ એનીમલ માટે પણ ગાંધીનગર ખાતે વારંવાર યોગ્ય રજૂઆત કરતા પૂર્વ મુખ્યમંત્રશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત 1962 શરૂ કરવામાં આવેલ છે. 2013 ની સાલમાં સૌરાષ્ટ્રનાં વરવા દુષ્કાળ સમયે 6000 થી વધુ ગાયો—બળદ માટે શ્રીજી ગૌશાળામાં, રતનપર, નિકાવા, મોટાવડાળા ખાતે કેમ્પોનું આયોજન કરી, પશુધનની સેવા કરેલ. ઘણા વર્ષથી દર વર્ષે કચ્છથી સ્થળાંતર કરીને આવતી 2000 થી 3000 ગાયોનું પાંચ/છ મહિના માટે ઘાસ/નિરણ તેમજ તેના પરિવારોને અનાજ સહાય. વૃક્ષારોપણની પ્રવૃતિમાં તેઓ મોખરે રહયાં છે અને છેલ્લા 12 વર્ષ થી 20 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં અને સ્કૂલના બાળકો દ્વારા અને ખેડૂતોને ટોકન દરે ફળ અને ફૂટના વૃક્ષો કરાવવામાં નિમીત બનેલ છે. એનીમલ હેલ્પલાઇન કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, વેજીટેરીયન સોસાયટી, ગૌ સેવા, જીવદયા અભિયાન સમિતી વગેરેનાં સંચાલક રહેલ છે. અઢી લાખથી વધુ ચકલીનાં માળા, અને કુંડા વિતરણની અનેક માનવતાં લક્ષી કામમાં તેઓ અગ્રેસર રહયાં છે. સાથે સાથે દરરોજ 400 થી વઘુ શ્વાનોને દુધ રોટલા પહોચાડવામાં આવે છે. આજની જરૂરીયાત યુરીયાથી થતાં નુકશાન અને જંતુનાશક દવાઓથી રોગ વધ્યા છે ત્યારે ગૌ આધારીત અને ઓછા ખર્ચે પૌષ્ટીક અને જૈવીક ખેતી (ઓર્ગેનીક) માટે ખેડુતોને માર્ગદર્શન સેમીનારનું આયોજન અને ગોબર અને ગૌમૂત્રથી જમીનનું પણ નવસર્જન થાય છે તે સમજાવવા માટે અને ઘરે ઘરે ગાય બંધાય તે માટે સનીષ્ઠ પ્રયત્ન દ્વારા 30 થી વધુ ખેડૂતોને આંગણે ગાયોને બાંધવામાં સફળતા મળેલ છે. રમેશભાઈ ઠકકરને જન્મદિનની શુભેચ્છા આપવા મો. 99099 71116

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *