#Blog

હાર્યા નહીં વળે તો વાર્યા વળવું પડશે

પશુના ગૌમુત્ર અને ગોબરને ઔષધ તરીકે વિશ્વ ફલક પર રિસર્ચ દ્વારા માન્યતા

સમગ્ર વિશ્વમાં હવે ગાયના ગૌમુત્ર અને ગોબર અંગે જાગૃતિ આવી છે અને રિસર્ચ કરવા દ્વારા વિશ્વના ફલક ઉપર એક અભ્યાસ દ્વારા ગૌમુત્રની કેટલી ઉપયોગીતા છે તેનું સંશોધન ગુગલ પર પસ્થાપિત કરવામાં આવ્યું છે અને એકી અવાજે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પશુનું ગૌમુત્ર કે ગોબર એન્ટી ઓક્સિડેન્ટ કે એન્ટિફંગલ જ નહીં પરંતુ કેન્સર સામે પણ લડવા માટે સક્ષમ છે તે પૂરવાર થયું છે. અકબરે એક વખત બિરલને પૂછ્યું કે શ્રેષ્ઠ દૂધ કયું છે ત્યારે બિરબલે કહ્યું કે ભેંસનું દૂધ. અકબર આશ્ચર્યચક્તિ પામ્યા અને પૂછ્યું કે ગાયનું દૂધ કેમ નહીં? ત્યારે બિરબલે અદભૂત જવાબ આપ્યો હતો કે ગાયના દૂધને તો હું અમૃત કહું છું. આજે મુંબઈમાં અબજોપતિઓ રહે છે પણ કમનસીબી એ છે કે તેમને દેશી ગાયનું દૂધ કે ગીરની ગાયનું ઘી ઉપલબ્ધ નથી. ડેરી ઉદ્યોગ દ્વારા પશુને મશીન તરીકે ઉપયોગ કરીને આ દેશના શેઢકડા દૂધ, અણીયાળું સુગંધી ઘી, વલોણાની છાશ કે ગોબર પર થયેલી માટીના હાંડાના વાસણની દુર્લભતા છે. પશુ એ પારિવારિક કૌટુંબિક સંબંધી ધરાવતું અંગત વ્યક્તિત્વ હતું. રાષ્ટ્રપતિએ પણ હમણાં જ પોતાના સંબોધનમાં કહ્યું કે પશુ એ ધન છે અને તેનું સંરક્ષણ અને સંવર્ધન એ આપણી જવાબદારી છે તેની સાથે લાગણીના સંબંધો હોવા જરૂરી છે. વઢવાણમાં પશુ રક્ષાનું બહુમૂલ્ય કાર્ય કરનાર શ્રી અતુલભાઈ બાપુએ એક સરસ વાત જણાવેલી કે અમે ગામડામાં એક ખેડૂતના ત્યાં ગયેલા તો તેણે કહેલું કે અમારા દીકરાને તાવ આવે તો અમે દવા ન લેવા જઈએ પરંતુ એક ઘાસનો પૂળો ગાયને ખવડાવીયે એટલે ગાય તેને સુંઘીને તેને ફેલ્સિફેરમ મલેરિયા છે કે કોરોનાનો તાવ છે તેનો તાગ પામીને બીજા દિવસે જંગલમાં જાય ત્યારે તેવી ઔષધીઓ ખાઈને આવે કે મારા શેઠના દીકરાનો તાવ ઉતરી જવો જોઈએ અને ખરેખર પછીના દિવસનું દૂધ પીવડાવે અને એ તાવ મટી જાય કેમ કે તે ઔષધીઓ તે ક્યારેય પણ મોઢું ન નાંખતી હોય અને એ જ દિવસે એ ખાય તે કૌટુંબિક પશુઓનો માણસ સાથેનો સંબંધ કેવો ન્યારો હતો. ગાયના શરીર પર જે ખૂંધ છે તેમાં સૂર્યકેતૂ નાડી છે અને તેના જ કારણે સૂર્યના કિરણમાંથી તે માત્ર દૂધ અને ઘીમાં જ નહીં પરંતુ ગૌમુત્ર અને ગોબરમાં પણ સુવર્ણની ઉત્પત્તિ કરી શકે છે. જામગનગરના સંશોધક – વૈજ્ઞાનિકોએ પણ ઘણાં વર્ષોની મહેનત પછી સિદ્ધ કર્યું છે કે ગૌમુત્ર અને ગોબરમાં કેટલા ઉપયોગી તત્ત્વો છે અને સુવર્ણ હોવાની પુષ્ટિ પણ તેમણે આપી છે. સિનિયર માઈક્રોબાયોલોજિસ્ટ અને બાયોટેક્નોલોજી ઓફ ક્વોટાના પ્રમુખ શ્રીમતી પલ્લવી શર્માએ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પોતાનું એક રિસર્ચ પેપર પ્રસિદ્ધ કર્યું છે જેમાં ગૌમુત્રમાં એન્ટીફલંગ પ્રોપર્ટીઝ અને એન્ટીબેક્ટેરિયલ હોવાનું સિદ્ધ કર્યું છે. ડોક્ટર અને વૈજ્ઞાનિક શ્રી રાકેશ અગ્રવાલજીએ પણ ગૌમુત્રમાંથી ખનીજ અને વિટામીનયુક્ત રોગપ્રતિકારક શક્તિવર્ધક એન્ટીઓક્સિડન્ટ સંજીવન રસ ગોલ્ડ ડ્રિંક બનાવ્યું છે તે મલ્ટીફંક્શનિંગ, બોડી ડિટોક્સ અને સેલ્પ એન્હાન્સિંગ આ ટોનિક છ મહિના સુધી એવું ને એવું જ રહે છે અને આમાં ગૌમુત્રને ગરમ કરવામાં આવતું નથી તેથી તેના મૂળ ગુણો સચવાયેલા રહે છે. વળી, તેમાં તુલસી, કેરી, નારંગી અને પાન જેવા રસના સ્વાદમાં કોઈ સરબત જેવું લાગે અને ગૌમુત્રની દુર્ગંધથી ઉબકી ગયેલા લોકો માટે એક આશીર્વાદ સમાન છે. તેમાં સોનું, ચાંદી, યુરોકિનેઝ જે લોઢને ગંઠવાનું બંધ કરે છે અને શિલાજીત અને કેલ્શિયમ, આર્યન, ઝીંક, વિટામીન બી-1 અને બી-12 છે. ખાલી પેટે માત્ર પાંચ થી દસ એમએલ સવાર-સાંજ બે વખત જો આ ટોનિક લેવામાં આવે તો અનેક રોગોમાં તે રાહત આપે છે. એટલું જ નહીં એન્ટિએજિંગ પ્રોસેસમાં પણ તે અત્યંત ઉપયોગી છે. કાશ, શેફાલી ઝરીવાલા પાસે આ માહિતી પહોંચી હોત તો તેણે આડઅસરવાળી એન્ટીએજિંગની દવાથી પોતાની જાતને દૂર રાખી શકી હોત. રમેશ પંડ્યાજીએ ત્રણ મહિના સુધી આ ગૌમુત્રના સંજીવની રસથી પોતાનું સાડા ચાર કિલો વજન ઓછું કર્યું છે. 15 મહિનાના ખૂબ મહેનતપૂર્વકના રિસર્ચ પછી એ પૂરવાર થયું છે કે ક્રોનિક, કિડની ડિસીઝ, ટાઈપ-2 ડાયાબિટીઝ, કોરોનરી આર્ટિલરી, ક્રોનિક ડિસઓર્ડર, ઓબેસિડી, બીપીએચ, પીસીઓએસ, યુટેરિનમય ફાઈબ્રોડઝ, નેફ્રોટીક સિન્ડ્રોઝ, ડાયજેસ્ટિવ ડિસઓર્ડર, હાઈપર લિપિડેમિયા, પથરીના રોગોમાં તેમ જ બ્રોન્કિયલ અસ્થમામાં અને મેલીગ્નન્સિ એટલે કે કુષ્ટરોગ સફેદ ડાઘમાં પણ ગૌમૂત્રનો રસ અતિઅદભુત કાર્ય કરી આપે છે. આયુર્વેદિક સલાહકાર ડોક્ટર નીતાબહેને પણ આ અંગે વિસ્તૃત અધ્યયન કરીને પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો છે જેમાં ગૌમૂત્રના ઉપચારથી અનેક રોગોમાં તેઓએ ફાયદો બતાવ્યો છે. અશોકભાઈ નામના એક ગરીબ વ્યક્તિ માત્ર 11,000 રુપિયાના પગારવાળાને ગળાનું કેન્સર થયું અને પરિવાર ઉપર દુખનો પહાડ તૂટી પડ્યો પરંતુ માત્ર ત્રણ મહિનાના ગૌમૂત્રના સેવનથી તેઓ સંપૂર્ણ કેન્સરમુક્ત થયા છે. એટલે સમગ્ર વિશ્વમાં હવે ગાયના ગૌમુત્ર અને ગોબર અંગે જાગૃતિ આવી છે અને રિસર્ચ કરવા દ્વારા વિશ્વના ફલક ઉપર એક અભ્યાસ દ્વારા ગૌમુત્રની કેટલી ઉપયોગીતા છે તેનું સંશોધન ગુગલ પર પસ્થાપિત કરવામાં આવ્યું છે અને એકી અવાજે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે પશુનું ગૌમુત્ર કે ગોબર એન્ટી ઓક્સિડેન્ટ કે એન્ટિફંગલ જ નહીં પરંતુ કેન્સર સામે પણ લડવા માટે સક્ષમ છે તે પૂરવાર થયું છે. આ અંગેની વધુ માહિતી મેળવવા માટે શ્રી વર્ધમાન પરિવાર 101 સુંદરધામ, જાંબલી ગલી, બોરીવલી (વેસ્ટ) ખાતે અથવા vardhmanparivarboriwali@gmail.com પર સંપર્ક કરવા અતુલભાઈ શાહની યાદીમાં જણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *