GCCI દ્વારા શ્રીજી ગૌશાળા અને કિશાન ગૌશાળા સંયુક્ત ઉપક્રમે 14મી ફેબ્રુઆરીએ “કાઉ હગ ડે” ની ઉજવણી

14મી ફેબ્રુઆરીએ પ્રેમનો સાચો અર્થે એક નવી દિશા આપીએ – ગૌમાતાની સાથે પવિત્ર બંધન વધારીએ!”
14મી ફેબ્રુઆરી – “કાઉ હગ ડે” ની દિવ્ય ઉજવણી: ગૌમાતાને આલિંગન કરી પ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે અખંડ શ્રદ્ધાનો સંદેશ
“ગૌ પ્રેમનો સંદેશ” પ્રેમ માત્ર માનવી માટે જ નહીં, પ્રકૃતિ અને ગૌમાતાની સેવા પણ છે! – ડો. વલ્લભભાઈ કથીરિયા
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા શ્રીજી ગૌશાળા અને કિશાન ગૌ શાળાના સંયુક્ત ઉપક્રમે 14મી ફેબ્રુઆરી 2025 ના રોજ શ્રીજી ગૌશાળા અને કિશાન ગૌ શાળા ખાતે વિશેષ “કાઉ હગ ડે” (Cow Hug Day) ની ઉજવણી કરવામાં આવશે. આ પવિત્ર દિવસે ગૌમાતાને હ્દયપૂર્વક હગ (આલિંગન) કરીને ગૌપ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યેની આપણી અતુટ શ્રદ્ધા વ્યક્ત કરીએ.
ભારતીય સંસ્કૃતિમાં ગૌમાતા માત્ર એક પ્રાણી નથી, એ આપણા ધર્મ, સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલીનો મુખ્ય આધાર છે. ગૌસેવાને સદીઓથી પવિત્ર માનવામાં આવે છે, અને ગૌપ્રેમને પ્રગટ કરવા માટે 14મી ફેબ્રુઆરી ને “કાઉ હગ ડે” (Cow Hug Day) તરીકે ઉજવવાની પરંપરા ગૌપ્રેમીઓ માટે એક પ્રેરણાદાયક સંકલ્પ બની રહી છે.
આજે, જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ હેઠળ યુવાપેઢી પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવા માટે નવી- રીતે વિચારે છે, ત્યારે ગૌપ્રેમનો સંદેશ ફેલાવવાની આ શ્રેષ્ઠ તક છે. પ્રેમનો સાચો અર્થ માત્ર માનવીય સંબંધો સુધી સીમિત નથી, પરંતુ પ્રકૃતિ, પશુઓ અને ખાસ કરીને ગૌમાતાની સાથે લાગણીશીલ સંબંધ જાળવવામાં પણ છે.
ગૌમાતા માત્ર ધર્મનું પ્રતીક નથી, તે વૈજ્ઞાનિક રીતે પણ પર્યાવરણ, કૃષિ અને આરોગ્ય માટે શ્રેષ્ઠ રક્ષક છે. ગૌમૂત્ર અને ગોબર ખેતી અને વિવિધ ચિકિત્સાઓમાં ઉપયોગી છે. પંચગવ્ય નિર્મિત આયુર્વેદિક ઉત્પાદો, જીવામૃત જેવા પ્રોડક્ટ્સ માત્ર આરોગ્ય માટે જ લાભદાયી નથી, પરંતુ પર્યાવરણ માટે પણ કલ્યાણકારી છે.
“ગૌ પ્રેમનો સંદેશ” પ્રેમ માત્ર માનવી માટે જ નહીં, પ્રકૃતિ અને ગૌમાતાની પણ સેવા છે! આ “કાઉ હગ ડે” ના પાવન અવસરે ગૌમાતાને પ્રેમપૂર્વક હ્દયથી લગાડી, ગૌસેવા અને પર્યાવરણ રક્ષાના સંકલ્પ સાથે આગળ વધીએ. આ સ્નેહપૂર્ણ ક્ષણ અમૃતમય અનુભૂતિ લાવશે, અને આપણી સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને વધુ પ્રબળ બનાવશે.
GCCI,શ્રીજી ગૌશાળા અને કિશાન ગૌશાળા દ્વારા સમગ્ર રાજકોટવાસીઓને આ પવિત્ર કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવે છે. અને સાથે મળી ને ગૌમાતા સાથે એકતા, પ્રેમ અને સંસ્કૃતિનું દિવ્ય પાવન યોગ બનાવીએ!