દિલ્હીજળબોર્ડનાકાર્યક્રમમાં સમગ્રદેશમાંવરસાદી પાણીનાજતનમાટેની માહિતી આપતા ગીરગંગાપરિવારટ્રસ્ટનાપ્રમુખદિલીપભાઈસખીયા.

ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વરસાદી પાણી નું યોગ્ય જતન થાય તેના માટે સતત કાર્યશીલ છે.જેમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જિલ્લાઓ માં પાણી બચાવા માટે ગામડે ગામડે જઇ અને શહેર ની સોસાયટી માં મિટિંગો નું આયોજન કરીને વરસાદનું અમૃત સમાન શુધ્ધ પાણી નું મહત્વ સમજાવી સંપૂર્ણ લોક ફાળા થી હિટાચી મશીન, JCB, એજેક્ષ મશીન, ટ્રેકટર જેવા સાધનો અને રોકડ રકમ દાન સ્વરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ને મળવાથી ૨૫૦ થી વધુ ચેકડેમ રીપેરીંગ,ઊંડા અને ઊંચા બનાવવામાં આવેલ છે. તેમજ ૭૦૦ થી વધુ રિચાર્જ બોર કરવામાં આવેલ છે. જેનાથી ખુબ મોટા પ્રમાણ માં વરસાદી પાણી જમીનમાં ઉતરે તેથી ખેડૂતો ને ખેત ઉત્પાદન માં વધારો થવાથી ખેડૂત અને દેશની આર્થિક સમૃધ્ધિ માં વધારો થાય છે. સાથે સાથે પર્યાવરણ ની રક્ષા થવાથી પશુ-પક્ષી, જીવ-જંતુ નું રક્ષણ થાય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ટુંક સમય માં ખુબ મોટા પ્રમાણ માં વરસાદી પાણી બચાવો અભિયાન નું કાર્ય થયેલ જે ભારત સરકાર ના જળ બોર્ડ સુધી માહિતી પહોચતા સંસ્થા ની કાર્ય પદ્ધતિ સંપૂર્ણ દેશના દરેક રાજ્યમાં પહોચે તેના માટે દિલ્હી જળ બોર્ડ દ્વારા દેશના સિંચાઈ વિભાગ ના અધિકારીઓની ૨૫ અપ્રિલ ના રોજ મીટીંગ નું આયોજન થયેલ જેમાં સમગ્ર ભારત માંથી માત્ર ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા દ્વારા થયેલ કાર્ય પદ્ધતિ ની સંપૂર્ણ માહિતી આપેલ. જો આ રીતે સમગ્ર દેશમાં લોકો વરસાદી પાણી ના જતન માટે જાગૃત થઇને જોડાઈ જાય તો સમગ્ર દેશ પાણી માટે આત્મનિર્ભર બની જાય.