#Blog

કોર્પોરેટ ટ્રેનર મનોજભાઈ કલ્યાણી દ્વારા ઓનલાઈન ટાઈમ મેનેજમેન્ટ અને ડિજિટલ વેલબીઇંગ સેશન ભાગ-2નું (નિ:શુલ્ક) આયોજન, કરુણા ફાઉન્ડેશનના ઓનલાઈન તમામ પ્લેટફોર્મ પર તા. 3 નવેમ્બેર, સોમવારના રોજ સાંજે 05:00 વાગ્યાથી વિશિષ્ટ સેમિનાર

શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા મનોજભાઇ કલ્યાણીના ઓનલાઇન ડેવલપમેન્ટ સેમિનાર ભાગ-2નું(નિ:શુલ્ક) આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર તા. 3 નવેમ્બેર સોમવાર 2025ના રોજ સાંજે 5:00 વાગ્યાથી 7:00 વાગ્યા સુધી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર યોજાશે, જેનું લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.
મનોજભાઈ કલ્યાણી એક અનુભવી કોર્પોરેટ ટ્રેનર, એન્કર અને ઇન્ટરવ્યુઅર છે, જેમણે 33 વર્ષથી વધુનો વિવિધ પ્રકારનો વ્યાવસાયિક અનુભવ મેળવ્યો છે. તેઓ આઈ.આઈ.એમ અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેઓ IIM ઇંદૌર અને એસ પી જૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મુંબઈના મેનેજમેન્ટના વિધ્યાર્થી છે. જેને અકાદમિક શ્રેષ્ઠતા અને પ્રાયોગિક અનુભવોને જોડીને ટોંચ સુધીની સફર કરી છે. મનોજભાઈ કલ્યાણીએ 2000થી વધુ લોકોને તાલીમ આપી અને માર્ગદર્શન આપ્યું છે, જેના પરિણામે અનેક વ્યક્તિઓ વધુ મજબૂત કોમ્યુનિકેશન સ્કીલ્સ, અને કૌશલ્યો સાથે સશક્ત બન્યા છે. NLP સર્ટિફાઈડ કોચ અને DISC સર્ટિફાઈડ પ્રોફેશનલ તરીકે મનોજભાઈ કલ્યાણી પોતાના બહોળા અનુભવ સાથે જોડે છે અને પોતે તાલીમ ક્ષેત્રોમાં તેની અસરકારક અમલીકરણ કરે છે. મનોજભાઈની આકર્ષક હાજરી, સરળ સમજાવટ અને પ્રભાવશાળી રજૂઆત તેમને બીજા કરતા વિશિષ્ટ બનાવે છે, જેના કારણે તેમના સુત્રો માત્ર શીખવા પૂરતા નથી રહેતા પરંતુ ભાગ લેનારાઓને ખરેખર જીવનમાં ઉતારવા જેવા છે અને આજની યુવા પેઢીને આત્મવિશ્વાસ, સ્પષ્ટતા તથા હેતુ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે છે.
આ સેમિનારમાં મનોજભાઇ કલ્યાણી “ટાઇમ મેનેજમેન્ટ” અને “ડિજિટલ વેલબીઈંગ ” જેવા મહત્વના વિષયો પર વધુ માહિતી આપશે. જેથી આજની યુવા પેઢી પોતાના વ્યાવસાયિક કાર્યોમાં કઈ રીતે તેમજ સમાજના તમામ વર્ગોને તેમના જીવનમાં સમયનું મહત્વ સમજાવવાનો અને સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ શીખવવાનો છે, જેથી તેઓ પોતાના લક્ષ્યોને વધુ અસરકારક રીતે પ્રાપ્ત કરી શકે.
આ ટ્રેનિંગ સેશન એનિમલ હેલ્પલાઈન, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ફેસબુક, યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામના દરેક ઓનલાઈન પ્લેટફોર્મ પર તા. 3 નવેમ્બેર, સોમવારના રોજ સાંજે 05:00 કલાકે બતાવવામાં આવશે ઇચ્છુક દરેક વ્યક્તિઓને જોડાવવા શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિનંતી છે.
મનોજભાઈ કલ્યાણી (મો. 99982 07070)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *