ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?
1. ભારતની ગાયના, દૂધ, દહીં, ઘીનો જ ઉપયોગ કરીએ
2. પંચગવ્યથી નિર્મિત દવાઓનો ઉપયોગ કરીએ
3. ગૌ આધારીત જૈવિક ખેતી અપનાવીએ
4. ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ
5. એક પરીવાર થકી એક ગાયનું પાલન-પોષણ કરીએ
6. ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ
7. ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ
8. ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ
9. માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલનિધિ આપીએ
10. જન્મદિવસ, લગ્ન સંસ્કાર એવં અન્ય પ્રસંગો ઉપ૨ ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ
11. દિકરીને એક ગાયનું દાન આપીએ
12. ગોપાલકોને આદર અને સન્માન આપીએ
13. ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ
14. દરરોજ ગૌમાતાના દર્શન કરીએ
15. વર્ષમાં એક વખત ગૌશાળાની મુલાકાત લઈએ
16. ગૌ ઉત્સવો જોર–શોરથી ઉજવવાની શરૂઆત કરીએ
17. ગૌસેવા અર્થે પ્રકાશિત થતી – પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ. પ્રિન્ટ મીડીયા, સોશ્યલ મીડીયા, ઈલેકટ્રોનીક મીડીયામાં ગૌસેવાનો પ્રચાર-પ્રસાર કરીએ
18. ગૌરક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતના ગૌસેવાના તમામ કાર્યોમાં સહયોગ આપીએ.