#Blog

‘1971 માં પાકિસ્તાન સામે વિજય થયેલ આ વિજય દિન’ નિમિતે

કાયમી પરિણામને હવે લાવીએ

ઘરનાં દુશ્મનોને પ્રથમ હરાવીએ

સજ્જનોને કરીએ ફરીથી સક્રિય

દુર્જનોને તો નિષ્ક્રિયતા વરાવીએ

નાત જાત ધર્મ પ્રાંતભેદોને ભૂલીને

માઁ ભારતીને વિશ્વગુરુ બનાવીએ

અંગ્રેજો ભાગલા પાડીને કરતાં રાજ

મુઘલો સમયના એ પાપોને સુધારીએ

વિનાશ નહીં વિકાસની હોય રાજનીતિ

ધર્મસત્તાનાં શ્રીચરણે રાજસત્તા લાવીએ

હવે નથી જ કરવાં કોઈ સૈનિકો શહીદ

વિશ્વ શાંતિનું એ વાતાવરણ બનાવીએ-મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999)  નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માં થી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *