ખેરડી ગામના આર્થીક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમનું ખાતમુહુર્ત.

આજથી ૨ વર્ષ પહેલા ખેરડી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દાતાઓના આર્થીક સહયોગથી અનેક ચેકડેમોનો જીર્ણોધાર કરવામાં આવેલ હતો જેનાથી ગામના પશુ પાલકો અને ખેડૂતોને ખેત ઉત્પાદનમાં સારો એવો ફાયદો થવાથી ગામના લોકોને વરસાદના પાણીનું મહત્વ સમજાય ગયું જેથી ગામના ખેડૂતો અને આગેવાનો સાથે મળીને બીજા ચેકડેમો ને જીર્ણોધાર કરવાનો સંકલ્પ કરેલ છે.
હાલમાં વરસાદની સિઝનમાં વધુમાં વધુ પાણીનું જતન થાઈ તેવા હેતુથી રાજકોટ તાલુકાના ખેરડી ગામે ગામના આગેવાન ખેડૂતો ગણેશ મંડપ સર્વિસ વાળા ગણેશભાઈ, સિનર્જી હોસ્પિટલના ડો.જયેશભાઈ ડોબરિયા અને ખેડૂત આગેવાન રાજકુમાર રામાણીના આર્થીક સહયોગથી ગામના આગેવાનો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચેકડેમનું નિર્માણ થાઈ તેવા હેતુથી આગેવાનો અને દાતાઓ દ્વારા ચેકડેમનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું. આજ રીતે દરેક ગામમાં ઉદ્યોગપતિઓ દ્વારા ફાર્મ હાઉસ બનાવામાં આવેલ હોય છે તો દરેક ફાર્મ હાઉસ વાળા ખેડૂતો જાગૃત થાઈ તો ગામડે ગામડે સરળતાથી વરસાદી પાણીના જતન માટેના ચેકડેમો રીપેરીંગ,ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવા અને ખેતતલાવડી દ્વારા બોર-કુવા,રીચાર્જ થાય તો ખેડૂતોનો પાણી પ્રશ્ન ખુબ જડપથી હળવો થઈ જાય તો દરેક સમાજના આગેવાનો અને ખેડૂતો ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જોડાઈ અને આ કાર્યને વેગવંતુ બનાવે.
જળસંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઉંચા, ઉંડા તેમજ નવા ચેકડેમો બનાવવા બોર-કુવા રિચાર્જ, ખેત તલાવડી, સોર્સ ખાડા જેવા 1,11,111 સ્ટ્રક્ચર તૈયાર કરવાના સંકલ્પને વરેલી સ્વૈચ્છિક સંસ્થા છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે.
ખેરડી પટેલ સમાજ આગેવાનો તથા ખેડૂત રમેશભાઈ મોલિયા, વલ્લભભાઈ, કાનજીભાઈ પીપળીયા, અમૃતભાઈ પીપળીયા, ચતુરભાઈ સગપરીયા, જગદીશભાઈ સગપરીયા, કાનજીભાઈ મોલિયા, છગગનભાઈ મોલિયા, રસિકભાઈ મોલિયા, ભરતભાઈ પીપળીયા, કિશોરભાઈ સગપરીયા, સંજયભાઈ કાતડ, દેહરેશભાઈ કાતડ, જગદીશભાઈ બાળા, ટીંબાભાઈ બાળા, જેન્તીભાઈ મોલિયા, જેરામભાઈ રામાણી, હસુભાઈ તાળા, કમલેશભાઈ ડોબરિયા, અરવિંદભાઈ રંગાણી, મનોજભાઈ સુદાણી, ભરતભાઈ મુગપરા, બાબુભાઈ રૈયાણી, રસિકભાઈ પીપળીયા, ભગવાનજીભાઈ પીપળીયા, ગોરધનભાઈ પીપળીયા વગેરે ભાઈઓ હાજર રહેલ.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.