મુંબઈ ના રમેશભાઈ પટેલ- ગમો પરિવારના આર્થીક સહયોગથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા લાપાસરી ગામે ચેકડેમનો જીર્ણોદ્ધાર.

1,11,111 જળસંચયના સ્ટ્રક્ચર ઊભા કરવા માટે દિવસ રાત કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં લાપાસરી ગામે ચેકડેમના જીર્ણોદ્ધારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુંબઈ સ્થિત શ્રી રમેશભાઈ પટેલ-ગમો પરિવાર દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના આ એશ્વરિક કાર્યને ગતિ આપવા માટે પાંચ લાખ રૂપિયા અનુદાન આપવામાં આવેલ તેનાથી સંસ્થાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ એ જણાવેલ તમામ ધનરાશીનો ઉપયોગ ચેકડેમ માટે વાપરવામાં આવશે.
રાજકોટના અગ્રણી બિલ્ડર જમનભાઈ ડેકોરાના સબંધી મુંબઈ સ્થાયી વેપારી પ્રાણજીવનભાઈ પટેલ અને રમેશભાઈ પટેલ દ્વારા સમગ્ર જીવ સૃષ્ટિની રક્ષા માટેના કાર્ય માટે મુંબઈ મીટીંગનું આયોજન કરી આ કાર્યને વધુ વેગ આપવા જણાવેલ.
લાપાસરી ગામે ચેકડેમના જીર્ણોદ્ધાર અંતર્ગત ડેમને વધુ ઊંડું ઉતારી જરૂરિયાત અનુસાર રીપેરીંગ તેમજ અન્ય અનુસાંગિક વ્યવસ્થાઓ ઊભી કરાશે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયા અને ટ્રસ્ટના અગ્રેસરોએ અનુદાન માટે રમેશભાઈ પટેલ અને ગમો પરિવાર તરફ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ચેકડેમના જીર્ણોદ્ધારના આ પ્રારંભ પ્રસંગે લાપાસરીના સરપંચ શ્રી કુલદીપસિંહ પ્રતાપસિંહ ભટ્ટી, ઉપસરપંચ શ્રી અલ્પેશસિંહ બહાદુરસિંહ ચૌહાણ તેમજ ગામના આગેવાનો સર્વશ્રી સતિષસિંહ ગોવિંદસિંહ ખેરડીયા, લાભુભાઈ જડુ, છોટુભા ગોહિલ, રવુભા પરમાર, જશુભાઈ ડાભી, બળવંતસિંહ સોલંકી, મગનભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.