#Blog

રાજકોટના આર્ષ વિદ્યા મંદિરમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થતો 1 વર્ષનો નિઃશુલ્ક “વેદાંત અભ્યાસ કોર્સ”

પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી માર્ગદર્શન આપશે

આર્ષ વિદ્યા મંદિર, રાજકોટ દ્વારા આધ્યાત્મિક જ્ઞાન ફેલાવવા માટે “વેદાંત અભ્યાસ કોર્સ” શરૂ કરવામાં આવી રહ્યો છે. આ 12 મહિના ચાલનારો સંપૂર્ણ સમયનો અભ્યાસક્રમ તા.19 ફેબ્રુઆરી 2026 ગુરુવારથી શરૂ થશે. આ કોર્સ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે અને તેનો સંપૂર્ણ અભ્યાસ હિન્દી ભાષામાં આપવામાં આવશે.

આ અભ્યાસક્રમમાં મહત્વપૂર્ણ ધાર્મિક ગ્રંથોનું સરળ અને ઊંડાણપૂર્વક અધ્યયન કરાવવામાં આવશે. તેમાં ભગવદ્ ગીતા અધ્યાય 5 અને 6, ઈશાવાસ્ય ઉપનિષદ તથા કઠોપનિષદ અને વિવેકચૂડામણિમાંથી પસંદ કરેલા મંત્રો શીખવવામાં આવશે. સાથે સાથે સંસ્કૃત ભાષામાં અભ્યાસ અને મંત્રોચ્ચારણનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. તમામ શાસ્ત્રો શાંકર ભાષ્યની સાથે સમજાવવામાં આવશે જેથી વિષય સ્પષ્ટ રીતે સમજાય.

આ સમગ્ર કોર્સનું માર્ગદર્શન પરમ પૂજ્ય સ્વામી પરમાત્માનંદજી આપશે. પૂજ્ય સ્વામીજી આધ્યાત્મિક ક્ષેત્રના પ્રતિષ્ઠિત આચાર્ય છે જે ખૂબ સરળ ભાષામાં દરેક વિષયો સમજાવવાની તેમની ખાસ શૈલી ખૂબ લોકપ્રિય છે. જીવનને સાર્થક, શાંત અને આનંદમય બનાવવા માટે આ અભ્યાસક્રમ ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ શિબિરમાં પ્રવેશ માટે અરજીઓ સ્વીકારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઇચ્છુક વિદ્યાર્થીઓ નીચે આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે અને વધુ માહિતી માટે મો. +91 95101 24394 પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે.

https://forms.gle/eqWpkHyon1gQKs36A

Email: contact@swamiparamatmananada.org

Leave a comment

Your email address will not be published. Required fields are marked *