દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી છોડવા પડે: ડૉ. કુમાર વિશ્વાસ

એક હજાર વર્ષની ગુલામીએ આપણી માનસિકતા બદલી ચેતનાને ગુલામ કરી નાંખી છે
‘ગીરગંગા’એ જળસંચય માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી કરેલું આટલું વ્યાપક કાર્ય દેશભરમાં થયું નથી
હજારો ભાવિકો અને જલપ્રેમીઓની ઉપસ્થિતિમાં દિવ્ય જલકથાનું સમાપન
શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત વિશ્વની સૌથી પહેલી અને વિશ્વ વિક્રમી બની ચૂકેલી ત્રિદિવસીય ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું ભારે ભાવસભર વાતાવરણ અને હજારો શ્રધ્યેય જળપ્રેમીઓની ઉપસ્થિતિમાં બુધવારે રાત્રે સમાપન થયું હતું.
વિશ્વખ્યાત તત્વચિંતક, રામ અને કૃષ્ણ કથામર્મગ્ન કવિ ડૉ. કુમાર વિશ્વાસની જલકથામાં ત્રણ દિવસો દરમ્યાન લાખો ભાવિકો શ્યામ ભક્તિમાં ભીંજાયા હતા. આજના દિવસે બોલતા ડો.કુમાર વિશ્વાસે કહ્યું હતું કે, સફળ થવા અને સર્વોચ્ચ બનવા માટે ઘણું બલિદાન આપવું પડે છે, ઘણું છોડવું પડે છે. તેમણે જણાવ્યું હતું કે, દ્વારિકાધીશ બનવા માટે રાધા અને બાંસુરી પણ છોડવી પડે છે. સઘળું અથવા મનગમતું છોડવાની તૈયારી હોય અને જો છોડી શકાય તો જ શક્તિશાળી બની શકાય.
બીજા દિવસની કથા રાધા, મીરા અને રૂક્ષ્મણીના કૃષ્ણ પ્રેમ અને સમર્પણ પર આધારિત હતી તો ત્રીજા દિવસની કથા મિત્ર પ્રેમ પર આધારિત હતી. જેમાં સુદામા ગોપાલથી લઈને દુર્યોધન અને કર્ણ, અર્જુન અને યોગેશ્વર સહિતના પાત્રોની મિત્રતા પર ડૉ. વિશ્વાસે અર્થપૂર્ણ પ્રકાશ પાડ્યો હતો. સાથોસાથ સાંપ્રત સમયમાં અમેરિકા, પાકિસ્તાનની દોસ્તી અને ભારત રશિયાની દોસ્તીને વણી લઈ સાચા મિત્રના સંબંધને વ્યાખ્યાયિત કર્યો હતો. આવી સાતત્યપૂર્ણ કથાગૂંથણીથી હજારો શ્રોતા ભારે મંત્રમુગ્ધ થયા હતા.
ડૉ. કુમાર વિશ્વાસે છેલ્લા દિવસની કથામાં વૈશ્વિક જળ સમસ્યાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, જો ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે થશે તો કમસેકમ સૌરાષ્ટ્રને તેની ચિંતા કરવાની જરૂર નહી રહે કેમકે હાલમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટે જે જળયજ્ઞ પ્રજવલ્લિત કર્યો છે તેના કારણે આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની ભૂમિ પર પાણીની કટોકટી ક્યારેય નહી સર્જાય. ડૉ. કુમાર વિશ્વાસે ગીરગંગાના ભગીરથ કાર્યને સકારાત્મક પરિણામ સુધી લઈ જવા દાતાઓ અને જળ પ્રેમીઓને અપીલ કરી હતી કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના કાર્યો માટે દિલીપભાઇ સખીયાને પૂર્ણ સહયોગ કરે.
આ ત્રણ દિવસો દરમ્યાન ગીરગંગાના આ ભગીરથ કાર્યમાં સહભાગી થઈ ભાવિ પેઢી માટે જળ સંરક્ષણ કરવા ઉદ્યોગપતિઓ, દાન શ્રેષ્ઠીઓ અને અગણિત સામાજિક સંસ્થાઓ તેમજ વ્યક્તિગત ધોરણે અનુદાનની સરવાણી વહી હતી.
(બોક્સ-1)
*ડૉ. કુમાર વિશ્વાસે જલકથામાં વેરેલા અમૃતબિંદુઓ*
* પશ્ચિમના દેશો માટે પાણી H2O છે જયારે ભારતમાં નદી માતા છે
* કથામાંથી શું પ્રાપ્ત થાય છે તે સાંભળનારની દ્રષ્ટિ પર
* પ્રેમ અને જ્ઞાન બે પાટા છે જેના પર જીવન ચાલે છે, એ બે પાટા વચ્ચે કૃષ્ણ ઊભા છે જે જીવન ચલાવે છે
* પોકાર દ્રૌપદી જેવો હોય તો કૃષ્ણ જરૂર પ્રગટ થાય છે
* પ્રસાદના લાડુની ગોળાઈ નહીં તેમા રહેલો ભાવ જોવાતો હોય છે
* જ્યારે મનુષ્ય પર જ્ઞાનનું અભિમાન છવાઈ જાય છે ત્યારે સૌથી પહેલા વિવેકનો નાશ થાય છે
* કૃષ્ણનું દર્દ, રુદન એકાંતિક છે જ્યારે હાસ્ય સાર્વત્રિક છે
* ભારતીય ધર્મગ્રંથોએ જ વૈશ્વિક કલ્યાણરૂપી વસુધમ્ કુટુંબકમની વિભાવના દુનિયાને આપી છે
* એક હજાર વર્ષની ગુલામીએ ભારતીયોની માનસિકતા બદલી આપણી ચેતનાને ગુલામ કરી નાંખી છે
* સંસ્કૃત અને હિન્દી વૈજ્ઞાનિક ભાષા છે જે લખાય છે એ જ રીતે બોલી પણ શકાય છે. અંગ્રેજી ભાષામાં આ ખાસિયત નથી
(બોક્સ-2)
રામ રણ છે તો કૃષ્ણ રણનીતિ છે : ડૉ. કુમારનો વૈચારિક અર્ક
* કોઈ પણ કંસ આપણા વિસ્તારની પ્રાકૃતિક સંપદા લઈ જવાની કોશિશ કરશે તો આ દેશનો દરેક યુવાન એક થઈ જશે
* હીરાની દુકાન પર કોઇ હીર માંગવા જતું નથી
* પ્રભુ પાસે જ્ઞાન નહી આનંદ માંગો, જીવનમાં આનંદ આવી જાય તો જ્ઞાનની શું જરૂર છે?
* દુનિયામાં બધું જ્ઞાન ભલે એકઠું થઈ જાય અંતે તો જીત પ્રેમની જ થાય છે
* રામ રણ છે તો કૃષ્ણ રણનીતિ છે
* પાડોશી દેશ સાથે રામનીતિ અપનાવી ત્યારે ત્યારે તેઓએ યુદ્ધ કર્યું હવે કૃષ્ણનીતિ ચાલે છે
* ભગવાન પાસે સોદાબાજી ન કરો, મંદિરને પણ શું ઇન્કમટેક્સની ઓફિસ સમજો છો?
* પાડોશી પાસેથી શાંતિ ઈચ્છીએ છીએ, જો નહી માને તો એક દિવસ તેના હાલ પણ દુર્યોધન જેવા થશે
* દેશના રક્ષા વિશેષગ્નોને રણનીતિ સમજવા માટે કૃષ્ણચરિત્ર ભણાવવું જોઈએ
| પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫) |
* ધર્મના વિચાર જ એટલા ઉચ્ચકોટિના છે કે તેના પર ક્યારેય શંકા ન કરવી જોઈએ





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































