હિરલ ફાર્મ ફાઉન્ડેશન, દહાણુ દ્વારા અભયદાનનું અનુમોદનીય કાર્ય.વામન પગલે વિરાટ પરિણામ : દિપકભાઈ ભેદા અને ગીરીશભાઈના કર્તુત્વને લાખ લાખ સલામ.
દિપકભાઈ અને ગીરીશભાઈ ભેદા અને તેમના સાથી મિત્રો આદિવાસી કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ હિરલ ફાર્મ ફાઉન્ડેશન મારફત કરી રહ્યા છે. દિપકભાઈને એવો શુભ વિચાર આવ્યો કે તેમની નિ:સ્વાર્થ ભાવે થતી મદદના સ્વરૂપે તેઓ બાળકો પાસેથી માંસાહાર ત્યાગનું માત્ર એક વચન લે તો અનેક જીવોની રક્ષા ઉપરાંત બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે.
આ બાબતના અમલ સ્વરૂપે ૩૬૦૦ થી વધુ છોકરાઓને તથા તેમના પરિવારને શિકાર તેમજ માંસાહારના ત્રણ મહિનાના ત્યાગની શપથ અપાવી તથા એના બદલામાં દરેક પરિવારને મફત બ્લેન્કેટ, કન્યા તથા બાળકોને પીકનીક તેમજ ધોરણ ૭ થી ૧૦ની કન્યાઓને મફતમાં સીવણ ક્લાસની ભેટ આપવામાં આવી હતી. આ સાથે જેને સીવણ ક્લાસમાં આવવા જવા માટેના રીક્ષા ભાડાની જોગવાઈ પણ કરી આપવામાં આવી હતી. અત્યારે ૮૫ છોકરીઓ મફત સીવણ ક્લાસનો લાભ લઈ રહી છે. જેની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
જો આ પ્રકારનું કાર્ય દરેક દાતા પરિવાર તેમજ સંસ્થા કરે તો જૈનેતર સમાજને અપાતુ અનુદાન થતું હોય ત્યારે એમને માંસાહારના ગેરફાયદા સમજાવી માંસાહાર ત્યાગની વિનંતી કરી શકાય.
દીપકભાઈ તથા ગીરીશભાઈ ભેદાના પ્રયાસને સુંદર પ્રતિસાદ સાંપડયો છે. અનેક પરિવારને માંસાહારના ગેરફાયદાની સમજણ ન હતી એ હવે પ્રાપ્ત થઇ છે અને એની દુરગામી અસર દેખાવા લાગી છે. આદિવાસી પરિવારના સ્વાસ્થ્ય અંગે ચિંતીત ભેદા બંધુઓએ રેકી ગ્રાન્ડ માસ્ટર શ્રીમતી જયાબેન ગાલા મારફત રેકીના ક્લાસેસ શરૂ કરાવેલ છે. જેનો બહોળો લાભ દરેક આદિવાસી પરિવાર લઇ રહ્યા છે.
આ વિસ્તારના લોકો સાથે વિસ્તૃત ચર્ચા દરમ્યાન લક્ષમાં આવ્યુ કે શાળાઓમાં નાસ્તા તરીકે ઈંડાઓનું વિતરણ થાય છે ત્યારે દિપકભાઈ તથા ગિરીશભાઈ ભેદાએ આ બાબત સંબંધિત વિભાગમાં સંપર્ક સાધીને ઈંડા વિતરણ બંધ કરાવવાનો આગ્રહ ધરાવ્યો જેના પરિણામ રૂપે 1 જાન્યુઆરીથી સંપૂર્ણ મહારાષ્ટ્રની જિલ્લા પરિષદની શાળાઓમાં ઈંડાનું વિતરણ બંધ કરાવવામાં આવ્યું છે. આ નાનકડા પ્રયાસથી હજારો જીવોને જીવન દાન મળ્યું છે.
હિરલ ફાર્મ ફાઉન્ડેશન, દહાણુ અંગે વધુ માહિતી મેળવવા તેમજ અનુદાન આપવા માટે વિનોદ નંદુ (મો. 93222 99464) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.