તોરી ગામમા ચેકડેમો માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મિટિંગ.

અમરેલી જીલ્લાનું કુકાવા તાલુકાનું તોરી ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે સરસ મજાની એક મીટીગનું આયોજન કરવામાં આવેલ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા એ જણાવેલ કે, ગામના લોકોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેનો સંગ્રહ અને જમીન સ્તરને ઊંચું લાવવા માટે ચેકડેમ કેવી રીતે અસરકારક છે, તે અંગે ગામ લોકોને માર્ગદર્શન આપ્યું. તેમણે સમજાવ્યું કે ચેકડેમથી જળસ્તર ઉંચું આવશે, વરસાદી જળનો સંગ્રહ કરવાથી જમીનના અંદરના પાણીનું સ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એક કરતા વધુ સિઝનમાં ખેતી કરી શકશે.
અમારી સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર સૃષ્ટિની પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ચેકડેમ રિપેર, ઊંચા, ઉંડા કરવા અને નવા બનાવવાનું કાર્ય પૂરજોશમાં થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર, ગુજરાતમાં ૧૧,૧૧૧ ચેકડેમ અને ૧૧,૧૧૧ બોર રીચાર્જ કરવાનો બનાવવાનો સંકલ્પ કરેલ છે.
અમરેલી જીલ્લાના કન્વીનર અરવિંદભાઈ લાવડીયા, જયસુખભાઈ ગજેરા, નીલેશભાઈ ગજેરા, સંજયભાઈ ગજેરા એ આ મિટિંગ માટેની જહેમત ઉઠાવી
આ મિટિંગ માં ઉપસ્થિત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, રમેશભાઈ જેતાણી,પ્રાગજીભાઈ પાણસુરિયા, અશોકભાઈ હીરપરા, નીલેશભાઈ બોરડ, નીલેશભાઈ કોટડીયા, માવજીભાઈ અને સમસ્ત ગ્રામજનો હાજર રહયા હતા.

































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































