જીવસૃષ્ટિની રક્ષા, પ્રકૃતિની રક્ષા માટે વરસાદી પાણી બચાવો જેમનો જીવનમંત્ર એવા ગીરગંગા ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાનો આજે ૪૭ મો જન્મદિન
જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે ખેડૂત પરીવારમાં પૂ. પિતાજી નાનજીભાઈ ચનાભાઈ સખીયા, માતુશ્રી ગલીબેન નાનજીભાઈ સખીયા કૂખે જન્મેલા, રાજકોટના જીલ્લા કિશાન સંઘના પૂર્વ પ્રમુખ, હંમેશા ખેડૂતો તથા સર્વે જીવોની ચિંતા માટે તત્પર, વ્યવસાયે ખેડૂત અને ગીર ગાયોના જતન માટે સદા અગ્રેસર એવા દિલીપભાઈ સખીયાનો આજે ૪૭ મો જન્મદિન. દિલીપભાઈ સખીયા રાજકોટમાં છેલ્લા ૧૨ વર્ષથી ગીર ગાયનું શુધ્ધ દુધ પુરું પાડે છે. ”જલ હે તો કલ હે” જેનો જીવનમંત્ર છે એવા દિલીપભાઈ સખીયા (ગીરગંગા પરીવાર ટ્રસ્ટ) સૌરાષ્ટ્રનાં ૧૧૦૦૦ ચેક ડેમો સંપૂર્ણ લોક ભાગીદારીથી તૈયાર કરવાનો દૃઢ સંકલ્પ સાથે પુર જોશમાં કાર્ય કરી રહીયાં છે. અત્યાર સુધીમાં ૧૦૫ થી વધુ ચેકડેમો પૂર્ણ કરેલ છે. કિશાન સંઘ, એનીમલ હેલ્પલાઈન વિગેરે સંસ્થાઓ સાથે સંકળાયેલ દિલીપભાઈ સખીયાના જન્મદિત નિમીતે પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ પટેલ (ડેકોરા ગ્રુપ), રમેશભાઈ ઠકકર (ગીરીરાજ હોસ્પીટલ), વિરાભાઈ હુંબલ (જય મુરલીધર ફાર્મ), રમેશભાઈ જેતાણી, મનીષભાઈ માયાણી, ભુતપભાઈ કાકડીયા, વિઠ્ઠલભાઈ બાલધા, અશોકભાઈ મોલીયા, લક્ષ્મણભાઈ શીંગાળા, ભરતભાઈ પીપળીયા, માધુભાઈ પાંભર, મહેન્દ્રભાઈ કાલરીયા, રતીભાઈ ઠુંમર, ભીખુભાઈ વિરાણી (બાલાજી વેફર્સ), દિલીપભાઈ લાડાણી (લાડાણી બીલ્ડર્સ), વસંતભાઈ લીંબાસીયા (રાધીકા રેસ્ટોરન્ટ), ભરતભાઈ પરસાણા (ગૌભકત), ભરતભાઈ ભુવા (સામાજીક કાર્યકર), વિજયભાઈ ડોબરીયા (સદભાવના વૃધ્ધાશ્રમ), મિતલ ખેતાણી (એનીમલ હેલ્પલાઈન) સંતો–મહંતો, અગ્રણીઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરેએ શુભેચ્છા પાઠવી છે.
દિલીપભાઈ સખીયા મો.૯૪૨૭૨૦૭૮૬૮