“રસોઈ રસોડું અને આયુર્વેદ “भोजन ही भेषज” “My Kitchen is My Clinic” આહાર, નિંદ્રા ,ભય અને મૈથુન
ગૌ-વંશ યુનિવર્સિટીના ગૌરવવંતા પદના પ્રથમ કુલગુરુ તરીકે નિમણુંક પામવા બદલ ડૉ. હિતેશભાઈ જાનીનો સન્માન સમારોહ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સેવા ના સાર્થી એવા રમેશભાઈ ઠક્કર ના જન્મદિવસ ની પણ ઉજવણી. માણસ અને પશુ બંને માં સામાન્ય છે..તો પછી માણસ ને પશુ બંને સરખા છે? જંગલી જાનવરો ખોરાક માટે શિકાર કરે. પક્ષીઓ ચણ માટે ઉડે છે.બિલાડી ઉંદર પકડવા દોડે છે.વાંદરાઓ ફળ ખાવા કુદાકુદ કરેછે.કુતરાઓ રોટલી ખાવા શેરીમાં ભટકે છે..અને આમ જોઇએ તો માણસ પણ.રેંકડી, લોજ, વીસી, મેસ કે ધાબા પર કે પછી.પરોઠા હાઉસ, રેસ્ટોરેન્ટ ને હોટેલ માં ને ખાઉધરી ગલી પર કે બુફે ની લાઈનમાં સ્ટ્રીટ ફૂડ કે, હાઇ-વે ફૂડ મોલ પર એકલો કે ગ્રુપ માં . કે સ્ટાફ સાથે કે પછી ઘરના લોકો સાથે વાસી, જુનું અને સત્વ વિહીન ડૂચા ભરતા પ્રાણી અને માણસ વચ્ચે કોઈ ફરક લાગે છે? અન્ન ને બ્રહ્મ માનનારા. અન્ન ને દેવતા કહેનારા માતા,પત્ની કે બહેન ને અન્નપુર્ણા કહેનારા. આપણે. ફાસ્ટ ફૂડ અને ઝંક ફૂડ અને ‘પાર્સલ’ પડીકા પકડતા ક્યાર થી થઇ ગયા? ભારતીય આહર શાસ્ત્ર નું એક વિશેષ અંગ એટલે. ‘’ભારતીય પાક શાસ્ત્ર’’ આપણે કેટલું જાણીએ છીએ? કે છોકરી ‘મેનાર્કી’ માં આવે ત્યારે મોળાવ્રત અને જયા પાર્વતી.દર મહીને માસિક ના દિવસોનું વિશેષ ઉપવાસનું મહત્વ. સગર્ભાવસ્થા ના ખાસ આહાર વિહાર! પ્રસુતિ પછી ૪૦ દિવસની કાટલાં બત્રીશા સહીત ની વિશેષ દિનચર્યા અને ખાનપાન બહેનો ની પ્રૌઢાવસ્થા એટલેકે મેનોપોઝ સમયે ‘ચાતુર્માસ’ અને ‘અલુણા વ્રત’. શિશિર ઋતુમાં પાક-વસાણા ને અડદીયા સંક્રાંત આવે એટલે ચીકી ને શેરડી. વસંત ઋતુ – હોળી આવે એટલે . ધાણી દારિયા અને ખજૂર તથા ઘૂઘરી . ગ્રીષ્મ ઋતુ આવી કે, કેરી, શ્રીખંડ-મઠો,લસ્સી કે છાસ , સરબત અને ગુલકંદ ભાદરવા માં શરદ આવે એટલે. ખીર-પૂરી, દૂધપાક અને લાડુ, દૂધ પૌવા અને વળી પતાસા કે કોપરા પાક. સીઝન બદલાય એટલે, ઋતુ પ્રમાણેના આહાર વિહાર શ્રાવણ ના ઉપવાસ આંબેલ અને અલુણા વ્રત આરોગ્યને ધર્મ ની સાથે જોડાયેલું આપણું જીવન કેટલું સ્વસ્થ હતું! અને આજે ?‘રસોઈ શો’ માં અને ‘યુટ્યુબ’ માં વેરાયટી વાનગીઓ અને રેસીપી શોધતી આપણી ગૃહિણીઓ .સમગ્ર પરિવાર નું હેલ્થ એના હાથ માં છે એજ ભૂલીને વિકૃત અને વિરુધ્ધ આહાર ઘરમાં પીરસતી થઇ ગઈ છે. પ્રેસર કુકર ઓવન અને માઈક્રોવેવ હેન્ડી અને ગ્રાઈન્ડર કે મિક્ષર સાધનો ને ‘ફૂડ ટેકનોલોજી’ ને વિકાસ માનવાનો ? વઘાર ધુંગાર કે છમકાર નું કઈ વિજ્ઞાન ખરું! વિવિધ મસાલા અને મસાલીયા અને વળી વઘારીયા જેવી ભારતીય ઘરોની વિશેષતા કઈ ખોવાઈ તો નથી જઈ રહીને? વિવિધ વાનગી પર છંટકાવમાં આવતા પદાર્થો શું ખાલી “ગાર્નેસિંગ” જ છે કે એનું પણ કોઈ વિજ્ઞાન છે? અન્નનો ‘મન’ સાથે સંબંધ છે..‘સાત્વિક આહાર’ અને રાજસિક કે તામસિક આહાર વિષયે..ચાલો, આપણે જાણીએ!! ‘તન કી બાત ‘ મલ્ટી મીડિયા ટોક શો સ્પીકર : ડો.હિતેશ જાની પૂર્વ પ્રિન્સીપાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી સ્થળ : ટર્બો બેરીંગ ફાર્મ, વેજાગામ ચોકડી, ન્યુ રીંગ રોડ, રાજકોટ તારીખ :01/06/2025 રવિવાર, સાંજે 6:00 કલાકે કાર્યક્રમ બાદ સહુ સાથે ભોજન લઈશું. ગીરગંગા પરિવાર વતી, ડો. મિલન ભટ્ટ રજીસ્ટ્રેશન કરાવું ફરજીયાત છે! Mo.94096 92691,94292 71368