- સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર પ્રોજેક્ટ અંતર્ગત બહેનોને નવા સિલાઈ મશીન અપાશે.
- ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા ‘રાષ્ટ્ર રક્ષા સે ધર્મ રક્ષા’ ના ઉદેશયથી પાંજરાપોળ, ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે તા. 25, મે રવિવારના રોજ, સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે સંમેલન યોજાશે જેમાં નિષ્ણાંત જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ માર્ગદર્શન આપશે.
- રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ
તા. 25 મે, રવિવારના રોજ સવારે 11-00 કલાકેથી સાયલા મહાજન પાંજરાપોળ વિડ સંકુલ સાયલા ખાતે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના સહયોગથી સાયલા મહાજન પાંજરાપોળમાં પશુ આશ્રય શેડનું લોકાપર્ણ કરવામાં આવશે. ત્યારબાદ શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ની ટીમ સુરેન્દ્રનગરમાં આત્મનિર્ભર બનાવા માંગતી બહેનોને સિલાઈ અને શિવણકામ શીખવા માટે 20 બહેનોની પહેલી બેન્ચની ત્રણ મહિના માટેની ટ્રેનિંગ શરૂ કરી એક નવાં સેન્ટર ની શરૂઆત કરવામાં આવશે, ત્રણ મહિનાની ટ્રેનિંગના અંતે જે બહેનો પરીક્ષા પાસ કરશે તેમને સર્ટિફિકેટ સાથે એક નવું સિલાઈ મશીન ભેટ કરી તેમને આત્મનિર્ભર બનવામાં મદદ કરાશે જેથી તેઓ પોતાનાં પરિવારને આર્થિક ટેકો આપી સ્વામાનભેર જીવન વિતાવી શકે, ત્યારબાદ સુરેન્દ્રનગરમાં આવેલ નિર્દોષન્દજીનું નિરાંતનું ઘર નાં લોકાર્પણ કાર્યક્રમ હાજરી આપશે.
સાથમાં જ જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા જયેશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓ માટે જીવદયા સંમેલન યોજાશે.આ સંમેલનમાં નિષ્ણાંત જીવદયા પ્રેમી કાર્યકર્તાઓમાર્ગદર્શન આપશે. સંમેલન પૂર્ણ થયે પધારનાર સૌ માટે ભોજનની વ્યવસ્થા રાખેલ છે.
આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ—આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા–પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદ્દા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે.
આ કાર્યક્રમમાં ભારત સરકારની પશુપાલન અને ડેરી મંત્રાલય કમિટી, એનીમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની એવોર્ડ એન્ડ ઇવેન્ટ કમીટી તેમજ ગુજરાત સરકારનાં સ્ટેટ એનીમલ વેલફેર બોર્ડનાં મેમ્બર મિતલ ખેતાણી, સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઇ ડોબરિયા, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રતિકભાઈ સંઘાણી, ધીરુભાઈ કાનાબાર, શ્રીજી ગૌશાળાના રમેશભાઈ ઠક્કર, કિસાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ, કુમારપાળ શાહ વિગેરે જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે જેમાં અબોલ – મુંગા જીવો માટે સતત ખડેપગે વર્ષોથી ગુજરાત – મહારાષ્ટ્રની પાંજરાપોળને ચારાથી લઈને શેડો, ગમાણ, ચબૂતરાઓ બનાવી આપે છે અને એ રીતે એક ભગીરથ સેવાનું કામ કરે છે. દર વર્ષે ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં બાડમેર, સિરોહી, પાલી (રાજસ્થાન) રણ અને જંગલ વિસ્તારમાં દરરોજ પાણીના ટેન્કરની સેવા પૂરી પાડી રહ્યા છે. ગુજરાતનાં દરેક ગામમાં પક્ષીઓ માટે ચબુતરા બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં 15 થી વધારે ચબુતરાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમજ અબોલ જીવો માટે વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો પહોંચડવામાં આવે છે. ઉનાળાની ગરમીની સીઝન માં તેમજ ચોમાસામાં વરસાદની ઋતુમાં અબોલ જીવોને આજીવન શાતા મળી રહે તે માટે તે માટે વિવિધ પાંજરાપોળમાં શેડનું નિર્માણ કરી આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે ખાસ મુંબઈથી પધારેલા શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના અધ્યક્ષ જયેશભાઈ શાહ (જરીવાલા) તથા સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટીશ્રીઓ જીતુભાઈ, પ્રકાશભાઈ, દિલીપભાઈ, દિલીપભાઈ, જયંતીભાઈ વિગેરે ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ અંગેની વિશેષ માહિતી માટે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ શાહ (જરીવાલા) (M.99204 94433) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.