મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)‘ દ્વારા અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળો‘ યોજાયો

સમગ્ર વિશ્વભરમાંથી 105 લગ્નોત્સુક ડોકટર્સ રઘુવંશી યુવક-યુવતીઓએ ભાગ લીધો.
રઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક મનુભાઈ મીરાણી (મો. 94284 66663) દ્વારા 24 વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક) ચલાવવામાં આવે છે. આ ઉપરાંત દર રવીવારે સવારે 10-30 થી બપોરે 01-30 સુધી લોહાણા મહાજનવાડી, આદર્શ હોલ, સાંગણવા ચોક, રાજકોટ ખાતે નિઃશુલ્ક ‘રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર’ રાજકોટ લોહાણા મહાજનનાં સહકારથી ચલાવવામાં આવે છે.
મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ દ્વારા યુવક-યુવતીઓ માટે ઓનલાઈન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા‘ નું અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના – રાજકોટ નાં સહયોગથી આયોજન કરાયું હતું.
સમગ્ર વિશ્વમાં વસતા લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક-યુવતીઓને અનુકૂળ પાત્ર મળી રહે તેવા શુભ હેતુથી ઓનલાઇન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વભરમાંથી 105 લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘થેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુકત સમાજ’ બને, તથા કુમળા ફુલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વેવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વેવિશાળ માહિતી-માર્ગદર્શન અપાય છે. આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહયું છે.
અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા આયોજિત ઑનલાઇન, નિઃશુલ્ક ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા’ ના માધ્યમથી દરેક ઉમેદવારને પોતાનું મનપસંદ પાત્ર મળી જાય તે માટે મનુભાઈ મીરાણી, મિતલ ખેતાણી, સંજય કક્કડ, જયેશ ઠક્કર, નીતિન રૂપારેલિયા, દિલીપ કુંડલિયા, કિરણ ધામેચા, રાજેશ કારીયા સહિતનાઓની ટીમે જહેમત ઉઠાવી હતી.
વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.94284 66663) પર બપોરે 12-00 થી 01-00 દરમ્યાન સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.