શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા ‘કાઉ-હગ ડે’ ના અનોખા આયોજનની જાહેરાત

શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલિત શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા આગામી રવિવાર, 16 ફેબ્રુઆરી, સાંજે 4:00 વાગ્યે ‘કાઉ-હગ ડે’ ની ઉજવણી કરવામાં આવશે. આ અનોખી પહેલ પાછળનો હેતુ: આજે જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ યુવા પેઢી વેલેન્ટાઇન-ડે જેવા પ્રયોગોમાં ફસાઈ રહી છે, ત્યારે ભારતીય ગૌસંસ્કૃતિ તરફ આકર્ષિત કરવાનો ઉદ્દેશ્ય રાખી ‘ગૌ વેલેન્ટાઇન’ રૂપે ‘કાઉ-હગ ડે’ ઉજવાશે. વિશેષ તથ્યો: ગાય માતાના આલીંગન દ્વારા સાત્વિક ઉર્જાનો અનુભવ ગૌમાતા અને ગીર ગાયના ઔષધિય અને આધ્યાત્મિક મહત્ત્વ પર પ્રકાશ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ની સંકલ્પના અંતર્ગત ગૌપ્રેમ અને ગૌસેવા માટે જાગૃતિ યુવા પેઢીને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુસરણથી પરાવૃત્ત કરીને ભારતીય ગૌસંસ્કૃતિ તરફ વાળવાનો પ્રયાસ ગૌમાતા સાથેનો નૈસર્ગિક સંબંધ માત્ર આધ્યાત્મિક જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક પણ છે. ભારતીય ગીર ગાયનું દૂધ, ગૌમૂત્ર અને ગોબર માત્ર પોષક તત્ત્વોથી ભરપુર નથી, પણ આ પાંચગવ્ય માનવીના આરોગ્ય માટે પણ સંજીવની છે. આટલું જ નહીં, ગાય માતાના આલીંગનથી માનસિક શાંતિ અને શારિરિક ઉર્જા મળે છે, જે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલું છે. કાર્યક્રમ માટે જનસામાન્યને નિમંત્રણ: શ્રીજી ગૌશાળા (ન્યારા) દ્વારા છેલ્લા 4 વર્ષથી ‘કાઉ-હીંગ ડે’ ઉજવાય છે, અને આ વર્ષે પણ શહેરભરના ગૌપ્રેમીઓને રવિવારે સાંજે 4:00 વાગ્યે ગૌશાળામાં હાજર રહેવા નિમંત્રણ આપવામાં આવે છે. આવો, ગૌસંસ્કૃતિને જીવંત બનાવીએ, ગૌમાતા પ્રત્યે પ્રેમ, કરુણા અને ભક્તિ વ્યક્ત કરીએ!