જેતપુર ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ખાતે ઠાકોરજીના દર્શન અને પૂ.પુષ્પકલા બેટીજી સાથે આધ્યાત્મિક સત્સંગ

તાજેતરમાં જેતપુરના પ્રવાસ દરમ્યાન ડો.કથીરિયાએ ગોવિંદકુંજ હવેલી (કલ્યાણ રાયજી મહારાજ) ના પવિત્ર પરિસરમાં ઠાકોરજીના દર્શન – આરતી સાથે પુષ્પકલા બેટીજીનું આદરથી સન્માન કરવામાં આવ્યું હતું. અને ગૌ મહાત્મય વિષે વૈષ્ણવ સંપ્રદાયના યોગદાન અંગે આધ્યાત્મિક ચર્ચા – વિમર્શ કર્યો હતો. આ પ્રસંગે પરિસર સ્થિત ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી.
ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ-સેન્ટ્રીક ઇન્સ્ટિટ્યુશન્સ (GCCI)ના અધ્યક્ષ, રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કેબિનેટ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા, યતિનભાઈ ઠુમ્મર, રતિભાઈ સાવલીયા અને પ્રતિષ્ઠિત ગૌસેવકોએ હાજરી આપી હતી. ઠાકોરજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેના તેમના યોગદાન અને સમર્પણની માન્યતામાં, પુષ્પકલા બેટજીને આદર અને સન્માનના પ્રતીક તરીકે ડો. વલ્લભભાઈ કથીરિયા દ્વારા ગૌ આધારિત પુસ્તકો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ જણાવ્યું હતું કે, આપણી આધ્યાત્મિક પરંપરાઓ અને ગૌસેવાની પ્રથા ઊંડા મૂળના જોડાણને પ્રતિબિંબિત કરે છે. ગૌ આધારિત જ્ઞાન- વિજ્ઞાનને પ્રોત્સાહન આપીને, આપણે આપણા વારસાનું સન્માન કરીએ છીએ અને તંદુરસ્ત અને સુમેળભર્યા સમાજમાં યોગદાન આપવાના નૂતન વર્ષે સંકલ્પ કરીએ.