ભારત સરકાર ના પૂર્વમંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને બ્રહ્માકુમારી સંસ્થાની તરફથી ‘માનવતા રક્ષક પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવશે

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વ વિદ્યાલય, માઉન્ટ આબુ (રાજસ્થાન) દ્વારા આવનારા વૈશ્વિક પરિષદ ૨૦૨૫માં “એકતા અને વિશ્વાસ – સ્થાયી ભવિષ્ય માટે પ્રેરણા” વિષય પર ૧૦ થી ૧૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ભવ્ય આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાને “માનવતા રક્ષક પુરસ્કાર”થી સન્માનિત કરવામાં આવશે.
બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ડૉ. કથીરિયાને આ મહત્ત્વપૂર્ણ પરિષદમાં મુખ્ય” અતિથી તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પરિષદ શાંતિવન, આબુ રોડ (રાજસ્થાન) ખાતે યોજાવામાં આવી છે, જેમાં દેશ-વિદેશના નીતિનિર્માતાઓ, આધ્યાત્મિક માર્ગદર્શકો, વૈજ્ઞાનિકો, પર્યાવરણપ્રેમીઓ અને સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.
બ્રહ્માકુમારી સંસ્થા ડૉ. કથીરિયાને “માનવતા રક્ષક” તરીકે સન્માનિત કરશે. આ એ વ્યક્તિઓને આપવામાં આવતું સન્માન છે, જેઓએ માનવતા, સેવા અને સ્વદેશી મૂલ્યોના આધારે સમાજના સર્વાંગી વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
સંસ્થાના જણાવ્યા મુજબ, ડૉ. વલ્લભભાઈ કથીરિયાનું આખું જીવન સમાજ સેવા,તબીબી સેવા, ગૌસંવર્ધન, પ્રાકૃતિક કૃષિ, ભારતીય સ્વદેશી અર્થતંત્ર અને ગ્રામ આત્મનિર્ભરતા માટે સમર્પિત રહ્યું છે. એક કુશળ સર્જન અને પૂર્વ મંત્રી તરીકે તેમણે ભારતીય પરંપરાગત જ્ઞાન, સંસ્કૃતિ અને સ્થાયી વિકાસને મજબૂત બનાવવા માટે અનન્ય યોગદાન આપ્યું છે.
ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ યાદી માં જણાવ્યુ હતું કે “બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા મળનાર આ સન્માન મારા માટે ગૌરવ અને પ્રેરણાનો વિષય છે. આ સન્માન ભારતની તે જીવનમૂલ્યોનું પ્રતિબિંબ છે, જે વૈશ્વિક ‘એકતા, પરસ્પર આત્મીય વિશ્વાસ અને ઉત્કૃષ્ટ ભવિષ્ય’ના સિદ્ધાંતો પર આધારિત છે. ભારતનું ઉજ્જવળ ભવિષ્ય સ્વદેશી, ગૌઆધારિત અને પર્યાવરણ સંતુલિત જીવનશૈલીમાં જ સમાયેલું છે.”
આ વૈશ્વિક પરિષદમાં ડૉ. કથીરિયા વિશેષ અતિથી તરીકે હાજરી આપશે અને માનવતા, સંસ્કૃતિ તેમજ સ્થાયી જીવનશૈલી વિષયે પોતાના વિચારો વ્યક્ત કરશે.