સુઝલામ-સુફલામમાં સગાડીયા, જાયવા અને સોનવાડીયા ગામેગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 3 ડેમના કાર્ય ચાલુ

Blog

હાલમાં જે વાવાઝોડા સાથે વરસાદ થાય અને ખેતીમાં અનેક ઘણું નુકસાન થતું હોય છે, પણ સાથે સાથે દરેક ખેડૂતો પોતાના ગામના ચેકડેમોને રીપેરીંગ, ઉડા. ઊંચા તેમજ નવા બનાવે તો ખેડૂતોને અત્યારે પણ ખૂબ મોટો પાણીનો જથ્થો મળી શકે જેનાથી ખેડૂતોને વાવણી પહેલા આગોતરું વાવેતર કરવું હોય તો કરી શકે અને જેનાથી ખૂબ મોટું ઉત્પાદન થઈ શકે સાથે સાથે સારા ભાવ પણ આવે તો ગામના ખેડૂતો અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મળી અને સરકારની સુજલામ સુફલામ યોજના દ્વારા ધ્રોલ તાલુકાનું જાયવા અને સગાડીયા ગામ તેમજ જામજોધપુર નું સોનવાડીયા ગામે ચેકડેમોને ઊંડા કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્રમાં ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૭૫ થી વધુ ચેકડેમ પૂર્ણ થઈ ગયા છે. તેમજ ૧૧,૧૧૧ રીચાર્જ બોર કરવાનો પણ સંકલ્પ કરેલ તેમાંથી ૧૪૦૦ થી વધુ રીચાર્જ બોર થઈ ચુક્યા છે.આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ. સોનવાડીયા ગામના સરપંચશ્રી મંજુલાબેન મનસુખભાઈ અમૃતિયા, મનસુખભાઈ અમૃતિયા, અશ્વિનભાઈ જાવિયા, પ્રવીણભાઈ જાવિયા, ધર્મેશભાઈ બેચરા, રાજુભાઈ પટેલ, દિવ્યેશભાઈ ખાંટ,દિનેશભાઈ જાવિયા તેમજ સગાડીયા ગામના સરપંચશ્રી પદુભા હનુભા જાડેજા, અશોકસિહ નવલસિહ જાડેજા, ભરતસિહ જાડેજા, સુરેશભાઈ કાસુંદરા, કમલેશભાઈ છત્રોલા તેમજ જાયવાના સરપંચશ્રી ફિરોજભાઈ સુધાગુનિયા, દિલીપભાઈ મુંગરા, કાનજીભાઈ છત્રોલા, કલ્પેશભાઈ મુંગરા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ પટેલ(ડેકોરા), વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, ગોપાલભાઈ બાલધા, કૌશિકભાઈ સરધારા, શૈલેશભાઈ જાની વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *