પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર દ્વારા ધાર્મિક પ્રસંગોનું આયોજન તથા સ્નેહમીલન, પરીવારજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ
પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા પૂજય પાવન શ્રી ડુંગરબાપા, ગોરધનદાદા તથા કુળદેવી શ્રી ભવાનીમાં મંદિર રાણપુર (નવાગામ) મુકામે વિવિધ પ્રસંગોનું આયોજન કરેલ છે. જેના અંતર્ગત આસો શુદ–૮ (આઠમાં નોરતે) તા. 29/09/2025, સોમવારના રોજ સાંજે 5-00 થી 7-00 કલાકે રાણપુર ગામની બાળાઓને રાસ લેવડાવવાના છે તો આ પ્રસંગે પરિવારને લાભ લેવા આમંત્રણ છે. આ પ્રસંગે રાસ લેનારી રાણપુર ગામની બાળાઓને લાણી (1) સ્વ. શ્રી કાંતિભાઇ લવજીભાઇ ખેતાણી (2) શ્રી ભીખાભાઈ ડાયાલાલ પાંઉ (3) શ્રી ચેતનભાઈ મનસુખભાઈ ખેતાણી–મુંબઇ તરફથી લાણી અપાશે.
આશો સુદ-દશમ (દશેરા)ના શુભ દિવસે તા. 01/10/2025, બુધવાર, ટ્રસ્ટ દ્વારા શ્રી ભવાનીમાં ની જયોત જગાવવાનો શુભ પ્રસંગ આયોજીત કરેલ છે. જે પરીવારજનોને જયોત જગાવવાની હોય તો તુરંત ટ્રસ્ટનો સંપર્ક કિશોરભાઇ પાંઉ મોઃ 99988 60625, અમરભાઇ પાંઉ મો: 90810 82800, ફોન કરી જયોત નોંધાવી દેવાની રહેશે. કુલ-11 જયોત થઇ શકે તેટલી વ્યવસ્થા છે. 11 થી વધારે નામ નોંધાશે નહિં. એક પરિવારમાંથી ફકત ૩ જયોત જગાવવાની જગ્યા થશે. જે પરિવારની જયોત નકકી થાશે તેમણે દશેરાના દિવસે તા. 01/10/2025, બુધવારના રોજ બપોરે 02-00 કલાકે દેવસ્થાને અચુક હાજર થઈ જવાનું રહેશે. જયોત લખાવનાર પરિવારે રૂ. 500/– ટ્રસ્ટમાં જમા કરાવવાના રહેશે. જે બીજા દિવસે સવારે ઉથાપન વખતે સવારે 8-00 કલાકે પરત આપવામાં આવશે. ઉથાપનમાં હાજરી આપવી ફરજીયાત છે અને ઉથાપન વખતે હાજર નહી રહેનાર કુટુંબીજન ના રૂા. 500/– ટ્રસ્ટમાં જમા કરી દેવામાં આવશે. (જયોત માટેની વિગત વોટસએપ કરી આપવાની રહેશે.)
સામાન્ય રીતે આપણો પરીવાર નવા વર્ષે પૂજય પાવન શ્રી ડુંગરબાપા તેમજ કુળદેવી શ્રી ભવાની માતાના દશનાર્થે જતા હોય છે. દર વર્ષની માફક આ વખતે પરિવારના ટ્રસ્ટ દ્વારા 17 મો સ્નેહમિલન કાર્યક્રમ કારતક સુદ-4 ને શનીવાર, તા. 25/10/2025 સમય સાંજે 06-00 કલાકેથી સ્નેહ મીલન તથા મહાઆરતીનું આયોજન કરેલ છે, તેમજ સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પધારનાર સૌ પરિવારજનો માટે સાંજે 08-00 કલાકે સ્વરૂચી ભોજનનું પણ આયોજન કરેલ છે. ટ્રસ્ટના આયોજનને સફળ બનાવવા દરેક પરિવારના સભ્યોની હાજરી આવશ્યક છે. બહારગામ તથા ફોરેનથી આવનારા પરીવારના ભાઈઓ આ પ્રોગામનો પુરેપુરો લાભ લે તથા અચુક હાજરી આપી શકે તથા આપશ્રી રેલ્વે ટીકીટ તથા ફ્લાઈટ ટીકીટ વહેલા બુકીંગ કરાવી શકો તેના માટે પત્રથી જાણ કરવામાં આવી છે. સર્વે કુટુંબી ભાઇઓને સહ પરીવાર આયોજનનો લાભ લેવા પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઇ છે.
પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર દ્વારા યોજાયેલ ધાર્મિક પ્રસંગોની વિશેષ માહિતી માટે કિશોરભાઇ પાંઉ મોઃ 99988 60625, અમરભાઇ પાંઉ મો: 97129 82800, 90810 82800 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
પાંઉ, પોરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટના
જય શ્રી કૃષ્ણ,
જય ભવાની, જય ડુંગરબાપા, જય ગોરધનદાદા