#Blog

સ્વસ્થ જીવન માટે મિલેટસનો ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા વિષય પર ત્રણ દિવસનાં ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન

  • પદ્મશ્રી ડૉ. ખાદર વલી માર્ગદર્શન આપશે.

સ્વસ્થ જીવન માટે મિલેટસનો ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા વિષય પર ત્રણ દિવસનાં ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં પદ્મશ્રી ડૉ. ખાદર વલી માર્ગદર્શન આપશે. પદ્મશ્રી ડૉ. ખાદર વલી મૈસૂરમાં રહેતા ખોરાક અને પોષણ નિષ્ણાંત છે. જેઓ ડાયાબિટીસ, હાઈપરટેન્શન, થાઈરોઈડ, હૃદય રોગ વગેરે જેવા જીવનશૈલીના રોગોને નિયંત્રિત કરવા માટે બાજરીના સેવનની હિમાયત કરે છે. તેમણે એમ.એસ.સી અને પછી ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી ડોક્ટરેટની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. તેમનું ડોક્ટરલ સંશોધન પૂર્ણ કર્યા પછી, તેમણે સી.એસ.આઈ.આર એકમ, મૈસુર ખાતે સેન્ટ્રલ ફૂડ ટેક્નોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ખાદ્ય વૈજ્ઞાનિક તરીકે થોડા વર્ષો કામ કર્યું.  વૈજ્ઞાનિક તરીકે કામ કર્યા પછી, તેઓ પોસ્ટ ડોક્ટરેટ માટે યુ.એસ ગયા અને તેમણે ઘણા વર્ષો સુધી અમેરિકન જાયન્ટ ડ્યુપોન્ટ માટે કામ કર્યું.  ટૂંક સમયમાં તેમને સમજાયું કે માનવ શરીરને લગતી તમામ સમસ્યાઓ ખોટી ખોરાકની આદતોને કારણે સર્જાય છે, અને લાખો ડોલરની નોકરી છોડીને તેઓ બાજરી પર કામ કરવા માટે ભારત પાછા ફર્યા હતા.  બાજરી પર ઊંડા સંશોધન કર્યા પછી તે હવે કોઈ પણ દવા વિના સ્વસ્થ રહેવા માટે બાજરીનું સેવન કરવાની હિમાયત કરે છે.  તે પર્યાવરણનાં રક્ષણ માટે કોઈપણ રાસાયણિક અને જંતુનાશકો વિના જમીનની ફળદ્રુપતા અને યોગ્ય પ્રકારની કુદરતી કૃષિ પદ્ધતિઓ બચાવવાનું પણ કામ કરે છે.

સ્વસ્થ જીવન માટે મિલેટસનો ઉપયોગ અને પર્યાવરણ સુરક્ષા વિષય પર ત્રણ દિવસનાં ટ્રેનીંગ પ્રોગ્રામમાં વિવિધ મિલેટસ જેવા કે કુટકી, કંગની, કોદો, સાંવો, લીલો સાંવો, બાજરી વગેરેનાં ઉપયોગ વિષેની માહિતી આપવામાં આવશે. આ કાર્યક્રમ  નું આયોજન 5, 6, 7 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ‘સત્યાગ્રહ મંડપ’, ગાંધી દર્શન, રાજ ઘાટ, નવી દિલ્લી ખાતે રાખવામાં આવ્યું છે. કાર્યક્રમમાં ભાગ લેનારાઓને રીડીંગ મટીરીયલ તેમજ પાર્ટીસીપેશન સર્ટીફીકેટ આપવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન યોજાનાર એક્ઝીબીશનમાં જી.સી.સી.આઈ (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ) નો પણ સ્ટોલ રહેશે જેમાં અલગ અલગ પંચગવ્ય પ્રોડેકટસનું નિર્દેશન કરવામાં આવશે. જેથી દેશભરની ગૌશાળાઓ – પાંજરાપોળોને સ્વાવલંબન તરફ આગળ લઇ જવામાં અને ખેડૂતોની આવકમાં વધારો કરવામાં મદદ મળશે. કાર્યક્રમમાં હાજરી આપવા રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. આ વિષે વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે અનુરંજન શ્રીવાસ્તવ (મો. 88002 20472), રાહુલ કુન્દેશિયા (મો. 99990 30690), ક્ષિતિજ શ્રીવાસ્તવ (મો. 79052 92503) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. ત્રણ દિવસનાં આ કાર્યક્રમમાં યોજાનાર એક્ઝીબીશનમાં સ્ટોલ બુક કરવા માટે રત્ના સિન્હા (મો. 79037 99417) નો સંપર્ક કરવા યાદીમાં જાણાવાયું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *