અમદાવાદ શહેરના શાંતિનગર જૈન સંઘ પ્રાંગણમાં ગીતાર્થ ગચ્છાધિપતિ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના 81મા જન્મ વર્ષ પ્રવેશ પ્રસંગે શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) દ્વારા અમદાવાદ શહેરના આસપાસનાં વિસ્તારોના વિકલાંગ, અપંગ, દરિદ્ર નારાયણ કે જેઓ પોતે આર્થિક અને માનસિક રીતે મૂંઝવણમાં હોય તેવાં પ્રભુજીઓનું સર્વે કર્યા બાદ 104 થી વધુ વ્હીલચેર વિનામૂલ્યે વિતરણ મંગલ મહેક ફાઉન્ડેશન (અમદાવાદ) નાં સહયોગથી રાજય શસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં કરાયું. આ પ્રસંગે રાજયશસુરીશ્વરજી મ.સા.એ આર્શીવચન આપતા જણાવ્યું હતું કે, આ કાર્યથી તમારા દ્વારા દાન, શીલ, તપ અને ભાવ એમ ચારેય ધર્મનું પાલન થયું છે. તેની હું અંતરથી અનુમોદના કરું છું. સભાને સંબોધતા વીતરાગયશ સૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે, જેના જીવનમાં ઉઘમ, સાહસ, ધૈર્ય, શક્તિ, બુદ્ધિ અને પરાક્રમ હોય છે. તેને દેવની સહાય પ્રાપ્ત થાય છે. લૌકિક દ્રષ્ટિએ આ વિકલાંગો ડિસેબલ્ડ ભલે હોય પણ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ‘તેઓ અપંગ નથી, પણ દિવ્યાંગજન છે’ આમ તેમના મનમાં એક ઉત્સાહ, સકારાત્મકતા અને ઉપદેશાત્મક શક્તિનું સંવર્ધન કર્યું હતું. આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ, યુવક મહાસંઘ તથા જીટો ના ભદ્રેશ શાહ સહિતના અગ્રણી હાજર રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ)ના જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે જેમાં અબોલ – મુંગા જીવો માટે સતત ખડેપગે વર્ષોથી ગુજરાત – મહારાષ્ટ્રની પાંજરાપોળને ચારાથી લઈને શેડો, ગમાણ, ચબૂતરાઓ બનાવી આપે છે અને એ રીતે એક ભગીરથ સેવાનું કામ કરે છે. દર વર્ષે ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં બાડમેર, સિરોહી, પાલી (રાજસ્થાન) રણ અને જંગલ વિસ્તારમાં દરરોજ પાણી ના ટેન્કરની સેવા પૂરી પાડી રહ્યા છે. ગુજરાતનાં દરેક ગામમાં પક્ષીઓ માટે ચબુતરા બનાવવાનું કાર્ય પૂર જોશમાં ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં 15 થી વધારે ચબુતરાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમજ અબોલ જીવો માટે વિવિધ પાંજરાપોળમાં ઘાસચારો પહોંચડવામાં આવે છે. ઉનાળાની ગરમીની સીજનમાં તેમજ ચોમાસામાં વરસાદની ઋતુમાં અબોલ જીવોને આજીવન શાતા મળી રહે તે માટે તે માટે વિવિધ પાંજરાપોળ માં શેડનું નિર્માણ કરી આપવામાં આવી રહ્યું છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (વાલકેશ્વર, મુંબઈ) અંગેની વિશેષ માહિતી માટે જયેશભાઈ શાહ (જરીવાલા)
(M.99204 94433) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
