#Blog

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શનિવારે “Ipositive” વિષય પર ગ્રોથ સેશન, જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવપ્રસારણ

જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર અને ‘Ipositive’ મૂવમેન્ટના સ્થાપક હર્ષલ માંકડ આપશે ટ્રેનિંગ

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા.15 નવેમ્બર, શનિવાર 2025ના રોજ સાંજે 06:00 થી 08:00 વાગ્યા સુધી “Ipositive” વિષય પર જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર હર્ષલ માંકડનું ગ્રોથ સેશન રાખવામાં આવ્યું છે, જે કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઇન પ્લેટફોર્મ પર લાઇવ બતાવવામાં આવશે.

જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ, મોટિવેશનલ સ્પીકર અને હર્ષલ માંકડ દ્વારા બિઝનેસમેન, વિદ્યાર્થીઓ અને મહિલા એન્ટરપ્રેન્યોર્સ માટે ઓનલાઈન “Ipositive” ગ્રોથ સેશનનાં આયોજન કરવામાં આવ્યા છે. હર્ષલ માંકડ હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે, સાથે-સાથે તેઓ ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને પોઝિટિવિટી તથા જીવન સુધારણા પર આધારિત પાંચ ગુજરાતી પુસ્તકોના લેખક પણ છે. તેમના સરળ અને અસરકારક સંદેશાઓ અને ઉર્જાસભર પ્રસ્તુતિને કારણે તેમણે હજારો લોકોને પ્રેરણા આપી છે.

હર્ષલ માંકડ દ્વારા 6F લાઈફ ટ્રાન્સફોર્મેશન ફોર્મ્યુલા દ્વારા અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, બિઝનેસમેન અને મહિલા એન્ટરપ્રેન્યોર્સને જીવન અને કારકિર્દીના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમના ટ્રેનિંગ સેશનમાં મનસ્થીતિ વિકાસ, આત્મવિશ્વાસ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, નાણાકીય શિસ્ત, ફિટનેસ, સ્વતંત્ર વિચારશક્તિ અને પર્સનાલિટી ગ્રોથ જેવા વિષયોનું સરળ ભાષામાં અને પોતાના અંગત જીવનમાં ઉપયોગ કરી શકાય એવું માર્ગદર્શન આપવામાં આવે છે.

આ “Ipositive” ગ્રોથ સેશનનો મુખ્ય ધ્યેય છે વ્યક્તિને તેના જીવન, કારકિર્દી અને બિઝનેસમાં સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને પોઝિટિવ એનર્જી સાથે આગળ વધવા માટે પ્રેરિત કરવું. સેશનમાં “6F Success Formula”નું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે જેમાં પરિવાર સાથેનું સંતુલન, લાગણી અને આત્મવિશ્વાસ, નાણાંકીય શિસ્ત, માનસિક–શારીરિક ફિટનેસ, નેગેટિવિટીથી કેવી રીતે દૂર રહેવું અને ફોકસ જેવા છ મુખ્ય વિષયો પર વિગતવાર સમજૂતી આપવામાં આવશે. આ માર્ગદર્શનથી ઘણા વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવામાં મદદ કરે છે. સેશનના અંતે “Goal Setting” દ્વારા 21 દિવસનો “Ipositive” પ્લાન અને દૈનિક ગ્રોથ હેબિટ્સ વિશે માર્ગદર્શન આપવામાં આવશે,

હર્ષલ માંકડનું મિશન છે દરેક વ્યક્તિને મજબૂત, ફોકસ્ડ, આત્મવિશ્વાસી અને સ્વતંત્ર બનવામાં મદદરૂપ થવું અને Ipositive મૂવમેન્ટ દ્વારા સમાજમાં પોઝિટિવિટીનો પ્રકાશ ફેલાવવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *