#Blog

ગૌ આધારિત “બ્રાઉન રેવોલ્યુશન”ના પુરસ્કર્તા ડૉ. વલ્લભભાઈ કથીરિયાની અયોધ્યા ધામમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની રામભક્તિ અને રાષ્ટ્રસેવા સાથે જોડાયેલી દિવ્ય દર્શન યાત્રા

ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયા દ્વારા અયોધ્યામાં સ્થિત શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્રની દિવ્ય મુલાકાત લેવામાં આવી હતી. હિન્દૂ ધર્મના ગૌરવનું પ્રતીક એવા આ પાવન તીર્થસ્થાને પહોંચતા જ ડૉ. કથીરિયાએ ગર્ભગૃહમાં બિરાજમાન રામલલા તથા ભવ્ય રામ દરબારના દર્શન કરી આધ્યાત્મિક આનંદ અને શાંતિનો અનુભવ કર્યો હતો. આશરે ૭૧ એકર વિસ્તારમાં વિસ્તરેલા મંદિર પરિસરમાં આવેલા વિવિધ દેવી-દેવતાઓના મંદિરો, અદ્ભુત શિલ્પકલા, રામાયણના ઇતિહાસને જીવંત કરતી કલાત્મક રચનાઓ અને ચારેય દિશામાં આવેલા પ્રવેશ દ્વારો ડૉ. કથીરિયાને વિશેષ રીતે પ્રભાવિત કર્યા હતા. સમગ્ર પરિસર સનાતન સંસ્કૃતિ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાની ગાથા કહે છે તેવો તેમણે ભાવ વ્યક્ત કર્યો હતો.
આ અવસરે ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ શ્રીરામ જન્મભૂમિ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર વિર યોધ્ધાઓ, આરએસએસ અને વીહિપિના સમર્પિત સ્વયંસેવકો તેમજ પૂજ્ય શ્રી અશોક સિંઘલજી, શ્રી યશવંતભાઈ જેવા મહાનુભાવોને કોટિ-કોટિ નમન તથા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દિવ્ય વિઝનનું આ સાકાર સ્વરૂપ આજે દરેક રામભક્તના હૃદયમાં ગૌરવ અને શ્રદ્ધાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આજ રોજ સમગ્ર અયોધ્યા નગરી રામમય બની ગઈ છે. કનક ભવન, દશરથ ભવન, સરયુ ઘાટ, રામ પથ, ધર્મ પથ સહિત દરેક માર્ગ પર માત્ર એક જ નાદ ગુંજી રહ્યો છે. “જય શ્રીરામ”. આ પ્રસંગે ડૉ. જગદીશભાઈ નાકરાણી, ડૉ. માંગુખીયા તેમજ મિત્રો અને પરિવારજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *